ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝનો IPO 14 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.680-715
ઇશ્યૂ ખુલશે | 14 માર્ચ |
ઇશ્યૂ બંધ થશે | 18 માર્ચ |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.680-715 |
એન્કર ઓફર | તા.13 માર્ચ |
બીડ લોટ | 20 શેર્સ અને ગુણાંકમાં |
ફ્લોર પ્રાઇઝ | ફેસ વેલ્યુના 68 ગણી |
કેપ પ્રાઇઝ | ફેસ વેલ્યુની 71.50 ગણી |
BUSINESSGUJARAT.IN RATINGS | 7/10 |
અમદાવાદ, 12 માર્ચઃ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝ લિમિટેડ ગુરુવાર, 14 માર્ચ, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે. ઓફર સાઇઝમાં રૂ. 1,750 મિલિયન (રૂ. 175 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 17,50,000 સુધીના ઇક્વિટી શેર્સ માટેની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 680થી રૂ. 715ના ભાવે નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 20 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 20 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર ઓફર બુધવાર, 13 માર્ચ, 2024ના રોજ રહેશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્સન માટે ગુરુવાર, 14 માર્ચ, 2024ના રોજ ખૂલશે અને સોમવાર, 18 માર્ચ, 2024ના રોજ બંધ થશે.
ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
કંપની દ્વારા મેળવવામાં આવેલા રૂ. 100 મિલિયન (રૂ. 10 કરોડ)ના ચોક્કસ દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે પુનઃચૂકવણી/પૂર્વ ચૂકવણી માટે | કંપનીની રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ)ના મૂલ્યની કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા |
રૂ. 10 કરોડની નવી મશીનરીની ખરીદી | બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. |
કંપનીની કામગીરી અને નાણાકીય કામગીરી એક નજરે
સમયગાળો | Sep23 | Mar23 | Mar22 | Mar21 |
એસેટ્સ | 449.83 | 343.47 | 404.39 | 338.47 |
આવકો | 455.67 | 710.97 | 554.86 | 474.31 |
ચોખ્ખો નફો | 20.56 | 38.41 | 26.15 | 16.65 |
નેટવર્થ | 183.68 | 163.41 | 163.86 | 136.08 |
રિઝર્વ્સ | 170.09 | 155.27 | 156.04 | 129.76 |
કુલ દેવાઓ | 103.36 | 47.99 | 72.55 | 65.31 |
ડિસેમ્બર 2000માં સ્થપાયેલી ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ લિમિટેડ સુવિધાઓ વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરે છે. હાઉસકીપિંગ, સેનિટેશન, લેન્ડસ્કેપિંગ, બાગકામ, યાંત્રિક, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ, કચરો વ્યવસ્થાપન, જંતુ નિયંત્રણ, અગ્રભાગની સફાઈ અને ઉત્પાદન સહાય, વેરહાઉસ મેનેજમેન્ટ અને એરપોર્ટ મેનેજમેન્ટ જેવી અન્ય સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની સ્ટાફિંગ, પેરોલ મેનેજમેન્ટ, ખાનગી સુરક્ષા, માનવ સુરક્ષા અને કેટરિંગ સેવાઓ પ્રદાન કરે છે.
31 માર્ચ, 2023 સુધીમાં, કંપનીએ 134 હોસ્પિટલો, 224 શાળાઓ, 2 એરપોર્ટ, 4 રેલવે સ્ટેશન અને 10 મેટ્રો સ્ટેશનોને સેવા આપી હતી. તેઓએ કેટલીક ટ્રેનોમાં કેટરિંગની પણ ઓફર કરી હતી. કંપનીએ 2021માં 262, 2022માં 277 અને 2023માં 326 ગ્રાહકોને સેવા આપી હતી. 31 માર્ચ, 2023 સુધીમાં, કંપનીએ ભારતમાં 14 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2,427 ગ્રાહક સ્થાનોને સેવા આપી હતી.
31 માર્ચ, 2023 સુધીમાં, કંપનીએ તેની ભૌગોલિક પહોંચને વિસ્તારવા માટે 21 શાખાઓની સ્થાપના કરી છે. નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2023 સુધીમાં કામગીરીમાંથી આવક, વર્ષ માટેનો કુલ નફો (કર પછી) અને EBITDA અનુક્રમે 22.54%, 51.17% અને 34.56% ના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી છે.
લીડ મેનેજર્સ | લિસ્ટિંગ |
ઇન્ગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. | કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાશે |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)