અમદાવાદ, 20 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો આઈપીઓ આજે 77 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. બીએસઈ ખાતે રૂ. 790ની ઈશ્યૂ પ્રાઈસ સામે 77.21 ટકા પ્રીમિયમે 1400ના સ્તરે લિસ્ટેડ થયો છે. જે ઉંચામાં 1434.25ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 12 વાગ્યે 77.87 ટકા પ્રીમિયમે 1405.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રૂ. 490 પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જેના પરથી નિષ્ણાતોએ લિસ્ટિંગ 67 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ દર્શાવ્યો હતો. કંપનીએ 790ની ઈશ્યૂ પ્રાઈસ સામે કુલ 1200 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું.

ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ 122.16 ગણી અરજી કરી હતી. જ્યારે એનઆઈઆઈ 70.06 ગણો અને રિટેલ 73.38 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 99.34 ગણો ભરાયો હતો.

શેર આઉટલૂકઃ

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના વેલ્થના હેડ શિવાની ન્યાતિના જણાવ્યા અનુસાર, DOMS ઇન્ડસ્ટ્રીઝ મજબૂત ઉત્પાદન, વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો અને મજબૂત બ્રાન્ડે તેને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં ગ્રોથ હાંસિલ કરશે. વ્યૂહાત્મક જોડાણ અને મલ્ટિચેનલ વિતરણ તેને મોટાપાયે ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. તાજેતરના સમયમાં, DOMS એ નોંધપાત્ર નાણાકીય વિસ્તરણ પ્રદર્શિત કર્યું છે, જેનાથી તેના બજારની સ્થિતિ અને સંભવિત વૃદ્ધિને મજબૂત બનાવે છે.

રોકાણકારોને પ્રોફિટ બુક કરવા સલાહ છે. તેમજ લોંગ ટર્મ વ્યૂહ ધરાવતા રોકાણકારોને 1260ના સ્ટોપલોસ સાથે રોકાણ જાળવી રાખવા સલાહ છે. વર્તમાન ઉંચા સ્તરે હાલ કોઈ વધારાની ખરીદી કરવી નહીં. તદુપરાંત રોકાણકાર પોતાનો 50 ટકા હિસ્સો વેચી પ્રોફિટ બુક કરી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)