IPO ખૂલશે23 સપ્ટેમ્બર
IPO બંધ થશે25 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 98 – 104
IPO સાઇઝરૂ. 40.20કરોડ
લોટ સાઇઝ1200 શેર્સ
લિસ્ટિંગ
NSE,SME

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મેટ્રિક્સ જિયો સોલ્યુશન્સ લિમિટેડ, એક ડ્રોન આધારિત જિયોસ્પેશિયલ અને ઈજનેરી કન્સલ્ટન્સી કંપનીએ પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 23 સપ્ટેમ્બર 2025ના રોજ ખુલ્લો મૂક્યો છે. આ ઈશ્યુ 25 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે અને 30 સપ્ટેમ્બર 2025ના રોજ NSE Emerge પર લિસ્ટ થવાનો છે.

IPOમાં ₹10 ના અંકિત મૂલ્યના કુલ 38,65,200 ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ સામેલ છે. ઇશ્યુનો પ્રાઈઝ બેન્ડ ₹98 થી ₹104 નક્કી થયો છે. લઘુત્તમ લોટ સાઇઝ 1200 શેર પ્રતિ લોટ અને લઘુત્તમ બોલી 2400 શેરોની છે. ઊંચા પ્રાઈઝ બેન્ડ પર ઇશ્યુનું કુલ કદ ₹4,019.81 લાખ થશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ NSE Emerge ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

ઇશ્યૂના ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્તો એક નજરે:

ઈશ્યુથી મળનારી નેટ આવકનો ઉપયોગ નવા ડ્રોનની ખરીદી, સર્વે ઉપકરણો અને અદ્યતન ટેક્નોલોજીઓના અધિગ્રહણ, કંપનીના મૂડી ખર્ચ માટે, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે

કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ:

ડેટાને ઈન્ટેલિજન્સમાં રૂપાંતરિત કરવાના ધ્યેય સાથે સ્થાપિત મેટ્રિક્સ જિયો સર્વે, મેપિંગ અને ડેટા એનાલિટિક્સ માટે અદ્યતન જિયોસ્પેશિયલ સોલ્યુશન્સ પૂરા પાડવામાં અગ્રણી બની ચૂક્યું છે. કંપની સેટેલાઇટ ઈમેજરી, ડ્રોન આધારિત LiDAR અને મોબાઈલ સ્કેનિંગ ટેક્નોલોજીઓનો ઉપયોગ કરીને સચોટ જિયોસ્પેશિયલ ઈન્સાઈટ્સ પૂરા પાડે છે, જે વિવિધ ઉદ્યોગોમાં સ્માર્ટ નિર્ણયો અને સ્થિર વિકાસને શક્ય બનાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:

Period Ended31 Mar 202531 Mar 202431 Mar 2023
Assets30.7116.6614.53
Total Income22.1913.778.91
Profit After Tax5.863.351.09
NET Worth21.9111.388.03
Reserves and Surplus11.1911.378.02
Total Borrowing1.681.621.64
Amount in ₹ Crore

31 માર્ચ, 2025 અને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ લિમિટેડની આવકમાં 61% અને કર પછીનો નફો (PAT) 75% વધ્યો.

લીડ મેનેજર્સઃ આ ઈશ્યુ માટે બુક-રનિંગ લીડ મેનેજર નાર્નોલિયા ફાઇનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ છે અને નેક્સજેન ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રા.લિ. આ ઈશ્યુના એડવાઇઝર અને સિન્ડિકેટ મેમ્બર છે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)