બેંગાલુરુ, 19 ડિસેમ્બર: ભારતની લિસ્ટ થયેલી પ્રથમ REIT (REIT) અને વિસ્તાર પ્રમાણે એશિયાની સૌથી મોટી REIT, એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (એનએસઇ: EMBASSY / બીએસઇ: 542602) (‘Embassy REIT’) એ જાહેરાત કરી છે કે તેણે રૂ. 1,000 કરોડનું પાંચ વર્ષનું કૂપન ધરાવતું ઋણ 7.73 ટકાના વ્યાજ દરે ઊભું કરવામાં સફળતા મળી છે. એમ્બેસી REIT ઊભા કરાયેલા નાણાંનો ઉપયોગ વર્તમાન ઋણની ચુકવણીમાં કરશે અને તેના દ્વારા નવુ ઋણ લેશે જેમાં વર્તમાન વ્યાજ દર કરતા 70 બેઝિસ પોઇન્ટનો ફાયદો થશે. 

એમ્બેસી REITના ઇન્ટ્રિમ સીઇઓ રિત્વિક ભટ્ટાચારજીએ કહ્યું કે, સ્પર્ધાત્મક દરે રૂ. 1,000 કરોડનું ભંડોળ ઊભું કરવાની આ જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે, જે અમારી કૉમર્શિયલ રિયલ એસ્ટેટમાં અગ્રણી શાખને સુદૃઢ કરે છે. આ ઓફરમાં મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન અને વીમા ક્ષેત્રોમાં પ્રથમ વખતના અસંખ્ય રોકાણકારો સહિત નવા અને વર્તમાન રોકાણકારોનો મજબૂત પ્રતિભાવ જોવા મળ્યો હતો. પાંચ વર્ષના એનસીડી ઊભા કરવાથી અમે ઋણની ચુકવણીની સ્થિતિનો યોગ્ય ક્રમ નક્કી કરી શકીશું અને અમારી વૃદ્ધિ માટે નાણાં ઊભાં કરવાંનું તથા ઋણ ચુકવણીનું રોલઓવર સમજપૂર્વક નક્કી કરી શકીશું.

સોદાની મુખ્ય બાબતો

7.73%ના વાસ્તવિક વ્યાજ દર સાથે એમ્બેસી REIT સિરીઝ XII એનસીડી 2024ના રૂ. 1,000 કરોડનું એનસીડી ભરણુંસંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગ, 12 અલગ અલગ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે
લગભગ 55% રોકાણ વર્તમાન રોકાણકારોનું છે, જેઓ એમ્બેસી REITની ઉદ્યોગમાં ઋણની શ્રેષ્ટ સ્થિતિમાં દૃઢ વિશ્વાસ દર્શાવવાનું ચાલુ રાખે છેસ્પર્ધાત્મક ધિરાણનો લાભ લેવા સુગ્રથિત રણનીતિના ભાગરૂપે વાર્ષિક વ્યાજ દરમાં 70 બેઝિસ પોઇન્ટ્સની (c.70 bps) બચત  
ક્રિસિલ અને કેર, બંનેએ એનસીડીઝને “AAA/સ્ટેબલ” રેટિંગ સોંપ્યું છે.તલવાર ઠાકોર એન્ડ એસોસિએટ્સે એમ્બેસી REITના કાનૂની સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.  

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)