મુંબઈ, 3 જૂનઃ મુંબઈ સ્થિત ટેક્નોલોજી કંપની એમ્પાવર ઈન્ડિયા લિમિટેડ (ઈઆઈએલ) (BSE:504351)એ માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024 માટે રૂ. 6.91 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ રૂ. 120 કરોડની કુલ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023માં નોંધાવેલી રૂ. 9.75 કરોડની કુલ આવક કરતા 10 ગણી વધુ હતી. માર્ચમાં પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 2.49 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જેની સામે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં ખોટ નોંધાવી હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કુલ આવકો રૂ. 90 કરોડ નોંધાઈ હતી.

એમ્પાવર ઈન્ડિયા લિમિટેડ (ઈઆઈએલ) એ મુંબઈ સ્થિત ટેક્નોલોજી કંપની છે જે વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ અને ભૌગોલિક વિસ્તારોમાં કામ કરે છે. ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસીઝ,ક્લાઉડ કમ્પ્યૂટિંગ,ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને આઇટી સક્ષમ સેવાઓમાં નોંધપાત્ર વ્યવસાય ધરાવતી ઈઆઈએલને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવામાં આવી છે. સ્ટેન્ડઅલોન ધોરણે નાણાંકીય વર્ષ 2024 માટે કુલ આવકો રૂ. 85.19 કરોડ નોંધાઈ હતી જેની સામે નાણાંકીય વર્ષ 2023માં કુલ આવકો રૂ. 9.75 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024 માટે ચોખ્ખો નફો અનેક ગણો વધીને રૂ. 2.83 કરોડ થયો હતો. કંપનીનું વિઝન તમામ વર્ટિકલ્સમાં કાર્યરત સૌથી વધુ પસંદગીની અને વિશ્વસનીય આઈટીસેક્ટર સર્વિસ કંપની બનવાનું અને વિશ્વભરમાં અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠતમ-વર્ગની સેવાઓ પૂરી પાડીને અમારા તમામ ગ્રાહકોની ગતિશીલ અને બદલાતી માંગ માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનવાનું છે. નવા વર્ટિકલ્સમાં સર્વિસ પોર્ટફોલિયો એ અમારા મુખ્ય ફોકસ વિસ્તારો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)