સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 SME IPOની એન્ટ્રી, ગોપાલ સ્નેક્સનો આકર્ષક IPO
અમદાવાદ, 5 માર્ચઃ સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તે પૈકી રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે. આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી કરવામાં આવી રહી છે અને તેમાં પ્રમાણસરના ધોરણે 50% થી વધુ નહીં એટલો હિસ્સો ક્વોલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે, 15% થી ઓછો નહીં એટલો હિસ્સો બિન-સંસ્થાકિય બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે તથા ચોખ્ખી ઓફરનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.
જેજી કેમિકલ્સ અને આરકે સ્વામીના આઇપીઓને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open Date | Close Date | Issue Price (Rs) | Issue Size (Rs Cr.) | Lot Size | Exchange |
Krystal Integrated | BSE, NSE | |||||
Popular Vehicles | Mar 12 | Mar 14 | BSE, NSE | |||
Gopal Snacks | Mar 06 | Mar 11 | 381/401 | 650 | 37 | BSE, NSE |
JG Chemicals | Mar 05 | Mar 07 | 210/221 | 251.19 | 67 | BSE, NSE |
R K SWAMY | Mar 04 | Mar 06 | 288 | 423.56 | 50 | BSE, NSE |
એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open Date | Close Date | Issue Price (Rs) | Issue Size (Rs Cr.) | Lot Size | Exchange |
Trust Fintech | NSE SME | |||||
Signoria Creation | Mar 12 | Mar 14 | 61/65 | 9.28 | 2,000 | NSE SME |
Pratham EPC Projects | Mar 11 | Mar 13 | 71/75 | 36 | 1,600 | NSE SME |
Pune E-Stock Broking | Mar 07 | Mar 12 | 78/83 | 38.23 | 1,600 | BSE SME |
Shree Karni Fabcom | Mar 06 | Mar 11 | 220/227 | 42.49 | 600 | NSE SME |
Koura Fine Diamond Jewelry | Mar 06 | Mar 11 | 55 | 5.50 | 2,000 | BSE SME |
Sona Machinery | Mar 05 | Mar 07 | 136/143 | 51.82 | 1,000 | NSE SME |
V R Infraspace | Mar 04 | Mar 06 | 85 | 20.40 | 1,600 | NSE SME |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)