અમદાવાદ, 11 મેઃ પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે એકમાત્ર IPO ગો ડિજિટ જનરલ ઇન્સ્યુરન્સનો IPO આવી રહ્યો છે. ગત સપ્તાહે ખુલેલા આધાર હાઉસિંગ, ટીબીઓ ટેક, ઇન્ડિજેનના IPOને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. એપ્રિલ માસમાં લિસ્ટેડ 4માંથી 3 IPO પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે.

ગો ડિજિટ જન. ઇન્શ્યુરન્સ: બેંગલુરુ સ્થિત ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 253-272ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ.1125 કરોડના આઇપીઓ સાથે તા. 15 મેના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 17 મેએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ બુક તા. 14મેના રોજ ખુલશે. રોકાણકારો ઓછામાં ઓછા 55 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. ઈક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેની ઓફરમાં રૂ. 1,125 કરોડના તાજા ઈશ્યુ અને પ્રમોટર્સ અને અન્ય વેચનાર શેરધારકો દ્વારા 54.77 મિલિયન ઈક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઑફર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઑફરનો ઓછામાં ઓછો 75% ક્વૉલિફાઈડ ઈન્સ્ટટ્યુશનલ બાયરને ફાળવવામાં આવશે, ઑફરનો 15% કરતાં વધુ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઓફરના 10% થી વધુ ઉપલબ્ધ રહેશે નહિ.

MAIN BOARD IPO CALENDAR AT A GLANCE

CompanyOpenClosePrice (Rs)Size (Rs Cr.)Lot SizeExchange
Go Digit General InsuranceMay15May17258/ 2722614.6555BSE, NSE

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)