Euro Pratik Sales Ltd નો IPO 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 235 – 247
| IPO ખૂલશે | 16 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 18 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 1 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 235 – 247 |
| IPO સાઇઝ | રૂ. 451.31 કરોડ |
| લોટ સાઇઝ | 60 શેર્સ |
| Employee Discount | રૂ. 13 |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2025: યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ 16 સપ્ટેમ્બર ના રોજ પ્રાઇસ બેન્ડ ₹ 235 થી ₹247 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 18 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 60 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. IPO સંપૂર્ણપણે પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરધારકો દ્વારા રૂ. 451.32 કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો છે. તેમાં કર્મચારી અનામત ભાગમાં અરજી કરનારા લાયક કર્મચારીઓ માટે અનામતનો સમાવેશ થાય છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ:
યુરો પ્રતીક સેલ્સ લિમિટેડની સ્થાપના 19 જાન્યુઆરી, 2010 ના રોજ કરવામાં આવી હતી, મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી કંપની એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ પર કાર્ય કરે છે, જે ઉત્પાદન ડિઝાઇન અને વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે. 31 માર્ચ, 2025ના રોજ 30 થી વધુ ઉત્પાદન જાતો અને 113 કેટલોગ ના 30000થી વધુ ડિઝાઇનના પોર્ટફોલિયો સાથે, છેલ્લા ચાર વર્ષમાં લોન્ચ કરાયેલ યુરો પ્રતીક ઉદ્યોગમાં એક ઝડપી ફેશન બ્રાન્ડ તરીકે કાર્ય કરે છે. કંપનીના ઉત્પાદનો 31 માર્ચ, 2025ના રોજ ભારતના 116 શહેરોમાં સુસ્થાપિત અને વ્યાપક નેટવર્ક દ્વારા વિતરિત કરવામાં આવે છે.
કંપની વોલપેપર ઉત્પાદનો અને પ્રીમિયમ વોલ પેઇન્ટ જેવા પરંપરાગત દિવાલ સજાવટ માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પૂરા પાડે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, તેનું વિતરણ નેટવર્ક ભારતના 116 શહેરોમાં ફેલાયેલું છે, જેમાં 180 વિતરકો ભારતના 25 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે.
યુરો પ્રતીક સેલ્સ લિમિટેડની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2025 માટે 28.20% વધીને રૂ. 284.23 કરોડ થઈ છે જે નાણાકીય વર્ષ 2024 માટેરૂ. 221.70 કરોડ હતી. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 62.91 કરોડથી 21.51% વધીને રૂ. 76.44 કરોડ થયો છે.
લીડ મેનેજર્સ: એક્સિસ કેપિટલ લિમિટેડ અને DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે અને MUFG ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ લિંક ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
