ફેડબેંક ફાઇનાન્શિયલ IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ
અમદાવાદ, 23 નવેમ્બરઃ ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના આઈપીઓને અગ્રણી બ્રોકરેજ હાઉસ જેમ કે કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, આનંદ રાઠી, અસિત સી મહેતા, અરિહંત કેપિટલ, બીપી ઇક્વિટીઝ વગેરે તરફથી સબ્સ્ક્રાઇબ ભલામણ મળી છે.
કેનેરા બેંક સિક્યોરિટીઝઃ સબસ્ક્રાઇબ કરો | આનંદ રાઠીઃ “સબ્સ્ક્રાઇબ – લોંગ ટર્મ” રેટિંગ |
વર્ષ 2021-23 માટે 71% સીએજીઆરની વૃદ્ધિ સાથે કર પછીના નફા સાથે મજબૂત કામગીરી દર્શાવી છે. ઇશ્યૂ નાણાંકીય વર્ષ 2023 માટે 3.32 ગણા P/BVPS પર ઉપલબ્ધ છે જે તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ સાથે ફુલ્લી પ્રાઇઝ્ડ છે. લાંબા ગાળા માટે ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરો. | વેલ્યુએશન અપર પ્રાઇસ બેન્ડ પર મૂલ્ય ઇક્વિટી શેરના ઇશ્યૂ પછી રૂ. 51,651 મિલિયનની માર્કેટ કેપ સાથે 2.5Xના P/BV પર છે. ઇશ્યૂ વાજબી કિંમતનો છે અને આઈપીઓ માટે સબ્સ્ક્રાઇબ – લોંગ ટર્મ” રેટિંગની ભલામણ કરીએ છીએ. |
અસિત સી મહેતાઃ લાંબાગાળા માટે સબસ્ક્રાઇબ | અરિહંત કેપિટલઃ ઇશ્યૂની કિંમત 21x P/E રેશિયો |
રૂ. 140ના અપર પ્રાઇઝ બેન્ડ પર સ્ટોકનું મૂલ્ય તેની નાણાંકીય વર્ષ 2023 બુક વેલ્યુના 2.52ના પીબી મલ્ટિપલ પર છે. અમે મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ. | સાથી કંપનીઓની તુલનામાં, વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇપીએસના વાર્ષિક ધોરણે, ઇશ્યૂની કિંમત 21x P/E રેશિયો છે. લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવા”ની ભલામણ કરીએ છીએ. |
ઇશ્યૂ શુક્રવાર, 24 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. આઈપીઓમાં રૂ. 600 કરોડ (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 3,51,61,723 ઈક્વિટી શેર્સ સુધીના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ” અને ફ્રેશ ઇશ્યૂ સાથે, “ઓફર”) નો સમાવેશ થાય છે. કંપનીએ 22 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે રૂ. 140 પ્રતિ ઈક્વિટી શેર (ઈક્વિટી શેર દીઠ રૂ. 130ના પ્રીમિયમ સહિત)ના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 324.67 કરોડ એકત્ર કર્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)