અમદાવાદ, 25 ઓગસ્ટ: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું છે. કોચીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ શહેર ઝડપથી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.70 એકરથી વધુ વિસ્તારને આવરી લેતો આ પાર્ક પરિવહન ખર્ચ ઘટાડવા, ઇન-ટાઇમ ઓપરેશનને સક્ષમ કરવા અને ઇ-કોમર્સ, એફએમસીજી/એફએમસીડી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ અને રિટેલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ ક્ષમતાઓને વધારવા માટે બનાવવામાં આવશે.

રુ.600 કરોડથી વધુના રોકાણથી આકાર લેનારા આ લોજીસ્ટિક પાર્કમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનો, સ્માર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને ડિજિટલ એકીકરણ, તેમજ સ્થિરતા અને અભિનવ બાબતો પર ભાર મૂકવામાં આવશે.સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમની અંદર એસ.એમ.ઇ.માટે તકોનું નિર્માણ કરતી વખતે સ્થાનિક રોજગાર, કૌશલ વિકાસ અને આર્થિક વિકાસ સાથે 1,500 થી વધુ નોકરીઓનું સર્જન કરવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)