અમદાવાદ

અદાણી એન્ટરપ્રાઇઝિસના ફર્ધર પબ્લિક ઑફરિંગ (FPO)ને અંતિમ દિવસે બપોર સુધીમાં 38.74 મિલિયન શેરની ઓફર સાઈઝ સામે 45.5 મિલિયન શેરની બિડ મળી હતી. અર્થાત અત્યારસુધી એફપીઓ કુલ 85 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલને બાદ કરતાં QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ) પોર્શન અને એનઆઈઆઈ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયું છે.

બીજી બાજુ રિટેલ પોર્શન માત્ર 10 ટકા ભરાયું હતું. જેની પાછળનું કારણ શેરનો વર્તમાન ભાવ હોઈ શકે છે. કારણકે, શેરનો વર્તમાન ભાવ તેની એફપીઓ પ્રાઈઝ રૂ. 3276 કરતાં નીચો છે.

હાલ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 2977.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIB)એ 97 ટકા એપ્લિકેશન્સ કરી છે. ક્યુઆઈબી માટે રિઝર્વ 12.8 મિલિયન શેરમાંથી 12.44 મિલિયન શેર માટે બિડ કરી છે. બિન-સંસ્થાકીય રોકાણકારોએ સૌથી વધુ 2.50 ગણો સબ્સ્ક્રાઈબ્ડ કર્યો છે. અર્થાત  9.6 મિલિયન આરક્ષિત સામે 24 મિલિયન શેર માટે બિડ કરી છે. વધુમાં કર્મચારીઓનો પોર્શન 45 ટકા ભરાયો છે.

Adani Enterprises FPO Subscription

CategorySubscription (times)
QIB0.97
NII2.50
Retail0.10
Employee0.45
Total0.85

ઇશ્યૂ શરૂ થયાના દિવસો પહેલાં, 25 જાન્યુઆરીએ, એન્કર રોકાણકારો, લાયક સંસ્થાકીય ખરીદદારોનો એક ભાગ, લગભગ રૂ. 6,000 કરોડના શેર સબસ્ક્રાઇબ કર્યા હતા. એન્કર રોકાણકારોમાંના એક, IHC, અન્ય $ 400 મિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં કેટલાક પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવા, હાલની એરપોર્ટ સુવિધાઓ સુધારવા અને નવા એક્સપ્રેસવે બનાવવા માટે એફપીઓ આવકનો ઉપયોગ કરવા માગે છે.

કંપની અને તેની પેટાકંપનીઓ (અદાણી એરપોર્ટ હોલ્ડિંગ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ અને મુન્દ્રા સોલાર) દ્વારા બાકી રહેલ કેટલાક દેવું પણ આવક સાથે ચૂકવવામાં આવશે.