ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 4 નવેમ્બર: ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા)એ આજે ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ (એફઆઈએમએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મલ્ટી-ફેક્ટર આધારિત ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરે છે. એફઆઈએમએફ જેવા Quality, Value, Sentiment, and Alternatives (QVSA) પરિબળોના આધારે સ્ટોક્સ પસંદ કરવા માટે ડેટા આધારિત, પદ્ધતિસરનો અભિગમ અપનાવે છે. રોકાણ કરવાલાયક શેર્સમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની ટોચની 500 લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફંડનો ઉદ્દેશ્ય ફંડ મેનેજરની ઇનસાઇટ્સ સાથે શિસ્તબદ્ધ, મોડલ સંચાલિત પ્રોસેસને ભેળવીને રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન્સ આપવાનો છે. સબ્સ્ક્રીપ્શન માટેનો એનએફઓ 10 નવેમ્બર, 2025થી 24 નવેમ્બર, 2025 સુધી ખુલ્લો રહેશે જે દરમિયાન યુનિટ્સ રૂ. 10 પ્રતિ યુનિટના ભાવે ઉપલબ્ધ રહેશે.
ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ એડમ પેટ્રિકે જણાવ્યું કે ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ટીમ 98 અબજ ડોલરથી વધુનું ફંડ મેનેજ કરે છે. 160 કરતા વધુ વર્ષની સંચિત રોકાણ કુશળતા સાથે અમારી ગ્લોબલ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ ટીમ બહોળા જ્ઞાન અને રોકાણ માટે કઠોર, સુવ્યવસ્થિત અભિગમ લાવે છે, જે રોકાણની પરંપરાગત મૂળભૂત શૈલીથી અલગ છે.
એફઆઈએમએફ માટેનું રોકાણ મોડેલ ક્વોન્ટ ઇન્વેસ્ટિંગ સાથે ભારતીય ઇક્વિટી બજારોનું વ્યાપક વિશ્લેષણ કરે છે. હાલના પરિબળોનું વ્યવસ્થિત રીતે પુનઃમૂલ્યાંકન કરીને, નવા પરિબળોનો સમાવેશ કરીને અને સિગ્નલ વિશ્વસનીયતાને જાળવી રાખીને, આ મોડલ બદલાતી બજાર પરિસ્થિતિઓમાં સતત અનુકૂલન સાધે તેવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
