ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપનું વિસ્તરણ અને ગ્રીન રેડ્ડી સોલ્યુશન્સ સાથે ભારતની ડેટા સેન્ટરની મહત્ત્વાકાંક્ષાને સમર્થન
અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બસડક્ટ સોલ્યુશન્સ અને ગ્રીન કન્સલ્ટન્સી સર્વિસિઝના ક્ષેત્રોમાં પોતાની સંકલિત ઓફર સાથે ભારતના ઝડપથી ઉભરતાં ડેટા સેન્ટર સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે. આ વિભિન્ન ઉકેલો સાથે ગ્રૂપનો એનર્જી સોલ્યુશન્સ બિઝનેસ આગામી ત્રણ વર્ષમાં ડેટા સેન્ટરમાંથી 10થી 15 ટકા આવક રળવાનું લક્ષ્ય ધરાવે છે. જે વિકસિત ભારતના મિશનની ડિજિટલ કરોડરજ્જુને સક્ષમ બનાવવામાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવે છે. આ ગ્રોથનો આઉટલૂક કેન્દ્ર સરકારની ભારતને ગ્લોબલ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવાની ઝંખનાને વેગ આપતા મજબૂત નીતિગત સુધારણાઓ સાથે સુસંગત છે. કેન્દ્રીય બજેટ 2026ના પ્રસ્તાવમાં આ લક્ષ્યાંક રજૂ કરવામાં આવ્યો હતો.

ભારતનું ડિજિટલ અર્થતંત્ર ઝડપથી ઉભરી રહ્યું છે, એવામાં ડેટા સેન્ટર ઉર્જા સઘન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ પૈકી એક બની રહ્યું છે. સરકારે ડેટા સેન્ટર અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વેગને ટેકો આપતી નીતિઓ અને લાંબા ગાળાના ટેક્સ હોલિડે જેવી સુવિધાઓ આપી છે. જે ભારતની ડિજિટલ ઈકોનોમીમાં આ સંપત્તિના વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂકે છે. જે ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન પ્રદાતાઓ માટે ઉર્જા સક્ષમ સુવિધાઓ પૂરી પાડવાની તક ઉભી કરશે. તેમજ રિન્યુએબલ એનર્જીના ઉચ્ચ સ્તરે સંકલનને ટેકો આપશે. જેમ જેમ ડેટા સેન્ટર્સ વધુને વધુ ઊર્જા-સઘન બની રહ્યા છે, તેમ વીજ વપરાશ પણ વધ્યો છે. જેના માટે સમર્પિત પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સલામતી વધારવા માટે ઇલેક્ટ્રિકલ બસડક્ટ્સ અને NET-ZERO લક્ષ્યો હાંસલ કરવા માટે ગ્રીન કન્સલ્ટિંગ સોલ્યુશન્સની જરૂરિયાત વધી રહી છે.
ગોદરેજે ગ્રીનફિલ્ડ અને કોલોકેશન ડેટા સેન્ટર્સમાં કુશળતા દર્શાવી છે જેમાં IGBC/LEED ધોરણો અનુસાર ડિઝાઇન કરાયેલા વિવિધ હાઇપરસ્કેલ અને કોલોકેશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતની સ્થાપિત ડેટા સેન્ટર ક્ષમતા નોંધપાત્ર રીતે વધવાની છે, જે નજીકના ગાળામાં લગભગ 1.7 GW સુધી પહોંચશે. ડિજિટલ અપનાવવા, એઆઈ વર્કલોડ, ડેટાનું સ્થાનિકીકરણ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ દ્વારા સંચાલિત ડેટા સેન્ટરની ક્ષમતા આગામી વર્ષોમાં સતત વધવાની અપેક્ષા છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતાં ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ ડેટા સેન્ટર્સને એક વ્યૂહાત્મક લાંબા ગાળાના ગ્રોથ સેગમેન્ટ તરીકે જુએ છે જે ગ્લોબલ ડેટા અને ટેકનોલોજી હબ બનવાની ભારતની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપતી ઊર્જા-કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
