અમદાવાદ, 24 નવેમ્બર: ગ્રોએ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીના વ્યવહારો કરી રહેલા કુલ યુઝર્સની સંખ્યા વધીને 19 મિલિયન થઈ છે જે વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો દર્શાવે છે. કસ્ટમર એસેટ્સ વાર્ષિક ધોરણે 33 ટકા વધીને રૂ. 2.7 ટ્રિલિયન થઈ છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીઝ બંનેમાં એકધારા પ્રવાહના લીધે છે. મ્યુચ્યુઅલ ફંડ એયુએમ 45 ટકા વધીને રૂ. 1,400 અબજનો આંક વટાવી ગઈ છે જ્યારે સ્ટોક્સ એયુએમ 22 ટકા વધીને રૂ. 1,176 અબજ થઈ છે.

નાણાંકીય બાબતે ગ્રોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા અને ત્રિમાસિક ધોરણે 25 ટકા વધ્યો છે જ્યારે ચોખ્ખા નફાના માર્જિન 44 ટકાએ રહ્યા છે. ગ્રોની ત્રિમાસિક ગાળા માટેની કુલ આવક રૂ. 10.7 અબજને પાર થઈ છે જે ત્રિમાસિક ધોરણે 13 ટકાનો વધારો દર્શાવે છે.

એનએસઈ એક્ટિવ ક્લાયન્ટ્સમાં ગ્રોનો બજાર હિસ્સો 25.6 ટકાથી વધીને 26.3 ટકા થયો છે. વાર્ષિક ધોરણે કેશ સેગમેન્ટ માટે કંપનીનું સરેરાશ દૈનિક ટર્નઓવર 17.7 ટકાથી વધીને 25.8 ટકા થયું છે અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે 10.7 ટકાથી વધીને 17.3 ટકા થયું છે.

કાર્યક્ષમતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું હતું કારણ કે કોસ્ટ-ટુ-સર્વ રેશિયો પાછલા વર્ષના 14.6 ટકાથી ઘટીને આવકના 12.5 ટકા ​​થયો હતો અને કંપનીએ બ્રાન્ડિંગ અને ટેકનોલોજી રોકાણોમાં વધારો કર્યો હોવા છતાં પણ ઓપરેટિંગ સ્ટ્રક્ચર જાળવી રાખ્યું હતું. ફિઝડમના સંપાદન માટે રૂ. 9.6 બિલિયનના ખર્ચ પછી ત્રિમાસિક ગાળાના અંતે કેશ રિઝર્વ્સ લગભગ રૂ. 36 અબજ રહી હતી જે તેના એમટીએફ અને ક્રેડિટ બિઝનેસમાં હાલના રોકાણો માટે ગ્રોને સારી સ્થિતિમાં મૂકે છે.

આ ત્રિમાસિક ગાળા માટે ગ્રોએ પ્રાયમરી બોન્ડ્સ, કોમોડિટી ટ્રેડિંગ અને પ્રો ટ્રેડર્સ માટે ડેસ્કટોપ ટ્રેડિંગ ટર્મિનલ 915.ટ્રેડ લોન્ચ કર્યું હતું.