અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં નવીન પ્રકારના આંતરમાળખાં, જાગૃતિ અને સ્થાનિક સહભાગીદારીઓ મારફતે ગ્રામ્ય અને અર્ધ-શહેરી સમુદાયોનું સશક્તિકરણ કરશે.

કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના તેના સ્તંભ હેઠળ HDFC બેંક પરિવર્તને 22 રાજ્યોમાં 61,655 સોલર સ્ટ્રીટલાઇટને ઇન્સ્ટોલ કરી છે. સ્ટ્રીટલાઇટ ઉપરાંત, પરિવર્તન કાર્યક્રમ હેઠળ સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં સોલર પેનલો ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેથી કરીને અવિરત વીજ પુરવઠો મળી રહે તેની ખાતરી કરી શકાય. તેણે બીજી ઘણી શ્રેણીબદ્ધ સોલર પહેલ પણ લૉન્ચ કરી છે, જે રસ્તા પર સલામતીથી માંડીને પીવાના પાણી, ખેતી, ફૂડ પ્રોસેસિંગ અને આજીવિકાને વધારવા સુધી ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવી રહી છે.

અત્યાર સુધીમાં ગોવા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં 90થી વધારે જાગૃતિ વર્કશૉપ યોજીને 450થી વધારે સમુદાયોમાં 3,000થી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે.

HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે, અર્થ ડેના રોજ અમે સમગ્ર ભારતમાં આ પ્રકારના પ્રભાવશાળી મોડેલોનો વ્યાપ વધારવાની અમારી કટિબદ્ધતાને ફરીથી પુષ્ટી કરીએ છીએ.

HDFC બેંકના કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટીના હેડ સુશ્રી નુસરત પઠાણે જણાવ્યું હતું કે, અમારી કટિબદ્ધતા આંતરમાળખાંનાં વિકાસ પૂરતી મર્યાદિત નથી અને તે લાંબાગાળા સુધી સમુદાયના નેતૃત્વમાં ઊર્જા સ્વતંત્રતાને શક્ય બનાવે તેવા જ્ઞાન પર આધારિત ફ્રેમવર્કની રચના કરવા પર કેન્દ્રિત છે.

HDFC બેંક પરિવર્તન સમાવેશી અને સ્થિતિસ્થાપક સમુદાયોનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. આ વર્ષના અર્થ ડે નિમિત્તે બેંકે તમામ હિતધારકોને ભેગા થવા અને ‘અવર પાવર, અવર પ્લેનેટ’ની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.