HDFC BANKએ સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું સમાપન કર્યું
અમદાવાદ, 10 ડિસેમ્બર:HDFC બેંક ગ્રૂપે સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025ની ચોથી આવૃત્તિનું સમાપન કર્યું, જેમાં 6સેક્ટર્સમાં10 વિજેતાઓ અને ઉભરી રહેલી મહિલા સ્થાપકો માટે બે વિશેષરેકગ્નિજિશન એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. ભારતની ઝડપથી વિકસી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમર્થન પૂરું પાડવા માટે એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું આયોજન એચડીએફસી બેંક, એચડીએફસી કેપિટલ અને એચડીએફસી એએમસી દ્વારા તથા અન્ય ગ્રૂપ કંપનીઓ એચડીએફસી લાઇફ, એચડીએફસી અર્ગો, એચડીએફસી સિક્યોરિટીઝ અને એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ આવૃત્તિમાં દેશના 290થી વધુ શહેરોમાંથી 1,600થી વધુ સ્ટાર્ટઅપ્સની અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સપોર્ટ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ HDFC ટૅક ઇનોવેટર્સ સ્ટાર્ટઅપ્સ માટે એક રેકગ્નિજિશન પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એચડીએફસી બેંક ગ્રૂપ કંપનીઓને ઉત્પાદનો અને ઉકેલના સંયુક્ત વિકાસ માટે જોડાવા અને સંશોધન કરવા સક્ષમ બનાવે છે. આ પહેલ પ્રારંભિક તબક્કામાં રહેલા એવા સ્ટાર્ટઅપ્સને માન્યતા આપે છે, જે ઉદ્યોગસાહસિક વિકાસયાત્રાને પ્રોત્સાહન આપવા માટે નવીન ઉકેલો સર્જે છે. આ વર્ષની શરૂઆતમાં એચડીએફસી બેંકે QNu લેબ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી, જે ફુલ-સ્ટેક એન્ડ-ટુ-એન્ડ ક્વૉન્ટમ-સેફ સાયબર સિક્યોરિટી પ્લેટફોર્મમાં અગ્રણી છે. QNu લેબ્સને એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2024માં માન્યતા મળી હતી. એચડીએફસી બેંક તેના સીએસઆર કાર્યક્રમ ‘પરિવર્તન’ દ્વારા પણ સ્ટાર્ટઅપ્સને સમર્થન પૂરું પાડે છે, જે સમગ્ર દેશના અગ્રણી ઇન્ક્યુબેટર્સ સાથે કામ કરે છે.
ગયા વર્ષ સુધી આ વાર્ષિક પહેલ અહીં નીચે જણાવેલા સેગમેન્ટ્સના સ્ટાર્ટઅપ્સ પર કેન્દ્રિત હતી: પ્રોપટૅક, ફિનટૅક, સસ્ટેનેબિલિટી ટૅક, કન્ઝ્યુમર ટૅક અને ન્યૂ-એજ ટૅક. આ વર્ષે, આ પ્રોગ્રામે રાષ્ટ્રનિર્માણ માટે તેની પ્રાસંગિકતા તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો માટેના વિશેષ એવોર્ડને ધ્યાનમાં રાખીને, સંરક્ષણ અને સ્પેસ ટૅક સ્ટાર્ટઅપ્સ માટે એક વધારાના સેક્ટરનો સમાવેશ કરવા માટે તેના વ્યાપને વિસ્તાર્યો છે.
બાર મહિનાના સમયગાળા દરમિયાન વિજેતા સ્ટાર્ટઅપ્સને એચડીએફસી બેંક ગ્રૂપના સીનિયર લીડર્સ તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025ને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી), MeitY સ્ટાર્ટઅપ હબ અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) જેવી સરકારી નોડલ એજન્સીઓ તથા ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના અન્ય અગ્રણી હિતધારકો તરફથી સપોર્ટ મળ્યો હતો.
HDFC બેંક ગ્રૂપ કંપનીઓના ઉદ્યોગજગતના નિષ્ણાતો, રોકાણકારો અને સીનિયર લીડર્સની એક પ્રતિષ્ઠિત પેનલે જ્યુરી તરીકે પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેનું સંચાલન પ્રોસેસ પાર્ટનર ઇવાય ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
