ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2024માં HDFC બેંક ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ જાહેર
અમદાવાદ, 19 નવેમ્બર: HDFC બેંકને પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) દ્વારા આયોજિત ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2024માં ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) ખાનગી બેંકો તથા તે જેમાં સંચાલન કરે છે તે પ્રાદેશિક નાણાકીય કેન્દ્રોની વિકાસની વ્યૂહરચનાઓનું વિશ્લેષણની કુશળતા ધરાવે છે. ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ખાનગી બેંકિંગ એવોર્ડ તરીકેની પોતાની ખ્યાતિ સ્થાપિત કરી લીધી છે અને તે હવે તેના સોળમા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે.
HDFC બેંકના ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, પ્રાઇવેટ બેંકિંગ, ઇન્ટરનેશનલ બેંકિંગ, ડિજિટલ ઇકોસિસ્ટમ્સ અને બેંકિંગ એઝ એ સર્વિસ (બીએએએસ)ના ગ્રૂપ હેડ રાકેશ કે. સિંહ અનુસાર, ‘‘હબ-એન્ડ-સ્પોક’ બિઝનેસ મોડેલની રચના કરવી તેમજ બેંકના કર્મચારીઓની સંખ્યા નોંધપાત્ર વધારવી એ સંપત્તિમાં આવેલા આ તીવ્ર ઉછાળાની ટોચે રહેવાની કૂંચી છે.
અઢીથી પણ વધારે દાયકાનો અનુભવ ધરાવતી HDFC બેંક વેલ્થ એ દેશમાં સૌથી મોટા વેલ્થ ડિસ્ટ્રિબ્યુટરોમાંથી એક છે. ગત વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં વેલ્થ બિઝનેસના ક્લાયેન્ટ બેઝમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ બિઝનેસ 83,000થી વધારે પરિવારોને મેનેજ કરે છે. HDFC બેંક હબ એન્ડ સ્પોક મોડેલ મારફતે 923 સ્થળોએ કામ કરતાં 1,000થી વધારે બેંકરોની ટીમ તથા ₹ 6.34 લાખ કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે. નાણાકીય વર્ષ 2023-2024માં આ એયુએમમાં 43%નો વધારો થયો હતો.