હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસે BSEમાં ડેબ્યુ કર્યું
અમદાવાદ, 29 ડિસેમ્બર: ગુજરાતની હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડ (BSE – 544308 )ના ઈક્વિટી શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા છે. હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને સસ્ટેનેબલ એનર્જીની વિવિધ શ્રેણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય બોર્ડ પર ”XT” ગ્રુપ સિક્યોરિટીઝની યાદીમાં લિસ્ટેડ છે અને ડિલિંગ્સ માટે એડમિટ કરાયા છે. કંપનીની શેર કેપિટલમાં રૂ. 10ના ફેસ વેલ્યુના 1,09,30,800 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે જે પ્રત્યેક ફૂલ્લી પેઈડ અપ છે.
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિકેત શાહે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય ઈન્નોવેટિવ, અફોર્ડેબલ ગ્રીન એનર્જી અને એનર્જી એફિશિયન્ટ સોલ્યુશન્સના લીડિંગ પ્રોવાઈડર બનવાના છીએ. અમને વિશ્વાસ છે કે અમે અમારી ગ્રોથ સ્ટ્રેટેજી એ રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ સ્ટેકહોલ્ડર્સને માટે ફાયદારૂપ અને નફારૂપ રહે.
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિતલ શાહે જણાવ્યું હતું કે, હિલટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડે તેના ઈન્ડસ્ટ્રિયલ અને મેડિકલ ગેસના મુખ્ય વ્યવસાય ઉપરાંત સોફ્ટવેર ઈન્ટિગ્રેશન, કન્સલ્ટિંગ અને લાઇસન્સિંગમાં વિશેષતા ધરાવતા ડિવિઝન્સનો વિકાસ કર્યો છે. કંપનીએ એનર્જી સેવિંગ ડિવાઈસિસના ઉત્પાદન માટે સમર્પિત ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના પણ શરૂ કરી છે. કંપની સૌર ઉર્જા ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇકો-સોલ્યુશન સેક્ટરમાં પ્રવેશવાની વ્યૂહાત્મક યોજના ધરાવે છે.
ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ માર્કેટ” અનુસાર 2023માં ભારતના ઈન્ડસ્ટ્રિયલ ગેસ માર્કેટની વેલ્યૂ 3.3 બિલિયન યુએસ ડોલરની હતી. આગળ ભવિષ્યનું પ્રિડિક્શન કરીએ તો, IMARC ગ્રુપ અપેક્ષા રાખે છે કે 2032 સુધીમાં માર્કેટ 6.5 બિલિયન યુ.એસ. ડોલર સુધી પહોંચશે, જે સ્પષ્ટપણે 2024-2032 દરમિયાન 7.5%નો ગ્રોથ રેટ (CAGR) દર્શાવે છે. સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કારણ કે તેઓ પ્રક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા, ખર્ચ ઘટાડવામાં અને એકંદર ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે, જે મુખ્યત્વે ઈન્ડિયન માર્કેટમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસીસને આગળ ધપાવે છે. FY 2023-24 માટે, કંપનીએ 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને ઓપરેશન્સમાંથી રૂ. 7.32 કરોડની આવક કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)