અમદાવાદ, 22 ઓગસ્ટઃ  ICICI બેંક નાણાંકીય વર્ષ 2024-25 માટેના તેના એન્વાયર્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતાને સતત મજબૂત બનાવે છે. બેંકે નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન હેલ્થકેર, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય ટકાઉપણામાં તેની સામાજિક અસર પહેલને વિસ્તારી છે અને 1.89 કરોડ લોકોના જીવન પર હકારાત્મક અસર ઊભી કરી છે. બેંકે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન સીએસઆર પેટે રૂ. 801 કરોડ ફાળવ્યા હતા જે અગાઉના વર્ષના રૂ. 519 કરોડ કરતા 54 ટકા વધુ હતા. આ ફાળવણી લાંબા ગાળે સામુદાયિક વિકાસ માટે તેની વધી રહેલી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સામાજિક પહેલઃ

સેલ્ફ-હેલ્પ ગ્રુપ (HSC) થકી મહિલાઓને સશક્ત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2025માં આ પ્રોગ્રામ હેઠળ 10 લાખ મહિલાઓને સહાય કરવામાં આવી હતી જેના પગલે શરૂઆતથી અત્યાર સુધી 1.1 કરોડ મહિલાઓને તેનો લાભ મળ્યો છે. આ પહેલથી મહિલાઓ ધિરાણ લેવા માટે સક્ષમ બની છે, નાણાંકીય સાક્ષરતા વધી છે અને ગ્રામીણ તેમજ ઉપ નગરીય વિસ્તારોમાં ટકાઉ આવક માટેની તકો વધી છે. આ ઉપરાંત કુશળતા વિકાસ, કૃષિ અને નાના એકમોને ધ્યાનમાં રાખતા કાર્યક્રમોથી 91 લાખથી વધુ લોકોને લાભ થયો છે જેના પગલે ગ્રામીણ આજીવિકામાં નોંધપાત્ર વધારો થયો છે.

ICICI બેંકે તેની હેલ્થકેરની પહોંચને પણ વિસ્તારી છે. 550 હોસ્પિટલો સાથે ભાગીદારી કરીને બેંકે ચાર લાખ લોકો માટે તબીબી સારવાર પૂરી પાડી છે જેના પગલે હેલ્થકેરનો લાભ લેનારાઓની સંખ્યા 25 લાખને પાર કરી ગઈ છે. તેના લાંબા ગાળાની હેલ્થકેર પ્રતિબદ્ધતાના ભાગરૂપે બેંકે ટાટા મેમોરિયલ સેન્ટર માટેનો તેનો સપોર્ટ વધારીને રૂ. 1,800 કરોડ કર્યો છે જે સમગ્ર ભારતમાં ત્રણ નવી કેન્સર હોસ્પિટલો સ્થાપવામાં યોગદાન આપશે.

પર્યાવરણીય પહેલઃ

પર્યાવરણની જાળવણી આઈસીઆઈસીઆઈ બેંક માટે મહત્વની પ્રાથમિકતા રહી છે. નાણાંકીય વર્ષ 2025માં બેંકે 3,387 કરોડ લિટરની જળ સંવર્ધન ક્ષમતા ઊભી કરી હતી અને 17,453 જળાશયોને પુનઃસ્થાપિત કર્યા હતા. આ ઉપરાંત 9,690 સ્કૂલોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બેંકે વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષો વાવ્યા હતા જેના પગલે નાણાંકીય વર્ષ 2022થી કુલ વૃક્ષોની સંખ્યા 49 લાખની થઈ હતી. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં વન સંરક્ષણ પ્રોજેક્ટ્સ દ્વારા બેંકે જંગલોને કપાતા અટકાવવા અને જૈવવિવિધતા સંરક્ષણ માટે સક્રિયપણે યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે બિહારના ગયા જિલ્લામાં પરંપરાગત અહા-પાયને સિસ્ટમ્સના પુનરુત્થાનથી 11,973 એકર ખેતીની જમીનને લાભ થયો હતો જ્યારે મહારાષ્ટ્રમાં વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સથી 1,295 એકર જમીનમાં સુધારો થયો હતો અને 370 પરિવારોને ટેકો મળ્યો હતો.

સુશાસન અને ઇએસજી વ્યૂહરચનાઃ

ICICI બેંક તેના ગવર્નન્સ ફ્રેમવર્કને વધારવાનું અને તેની કામગીરીમાં ઈએસજી પરિબળોને એકીકૃત કરવાનું ચાલુ રાખે છે. નાણાંકીય વર્ષ 2025માં બેંકે વધારાના ક્ષેત્રોને આવરી લેવા માટે તેના ઇએસજી રિસ્ક એસેસમેન્ટ ટૂલનો વિસ્તાર કર્યો હતો અને મોટી કોર્પોરેટ દરખાસ્તો માટે ક્રેડિટ મૂલ્યાંકનમાં ઇએસજી માપદંડોનો સમાવેશ કર્યો હતો. મુશ્કેલ ઉદ્યોગો માટે ક્ષેત્ર સંબંધિત ઇએસજી વિશ્લેષણની રજૂઆત તેની ટકાઉપણું પહેલને વધુ મજબૂત બનાવે છે. બેંક નાણાંકીય વર્ષ 2032 સુધીમાં સ્કોપ 1 અને સ્કોપ 2 ઉત્સર્જન માટે કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)