ICICI લોમ્બાર્ડનો વાર્ષિક નફો 36 ટકા વધી રૂ. 1729 કરોડ, રૂ. 5.50 અંતિ ડિવિડન્ડ
મુંબઇ, 19 એપ્રિલઃ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) 16.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 210.25 અબજ (રૂ. 179.77 અબજ) નોંધાવી છે. ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17.29 અબજ (રૂ. 12.71 અબજ) નોંધાવ્યો છે. ચોથા ત્રિમાસિકમાં જીપીઆઇ 6.7% વધી રૂ. 49.77 અબજ (રૂ. 46.66 અબજ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 39.8% વધીને રૂ. 4.37 અબજ (રૂ. 3.13 અબજ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 5.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. સમગ્ર વર્ષ માટે કંપનીએ કુલ રૂ. 10 ડિવિડન્ડ થયું છે.
ઓપરેટિંગ કામગીરીની સમીક્ષા (આંકડા ₹ અબજ)
નાણાકીય સૂચકાંકો | નાણા વર્ષ 2022 ક્યુ4 | નાણા વર્ષ 2023 ક્યુ4 | Growth % | નાણા વર્ષ 2022 | નાણા વર્ષ 2023 | વૃદ્ધિ % |
જીડીપીઆઈ | 46.66 | 49.77 | 6.7% | 179.77 | 210.25 | 17.0% |
પીબીટી | 4.10 | 5.73 | 39.5% | 16.84 | 21.13 | 25.5% |
પીએટી | 3.13 | 4.37 | 39.8% | 12.71 | 17.29 | 36.0% |
વિવિધ રેશિયો એટ એ ગ્લાન્સ
Financial Indicators | નાણા વર્ષ 2022 ક્યુ4 | નાણા વર્ષ 2023 ક્યુ4 | નાણા વર્ષ 2022 | નાણા વર્ષ 2023 |
આરઓએઈ (%) – એન્યુઅલાઈઝ્ડ | 14.0% | 17.2% | 14.7% | 17.7% |
સંયુક્ત ગુણોત્તર (%) | 103.2% | 104.2% | 108.8% | 104.5% |