અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં 1 ડિસેમ્બરના રોજ જોવા મળેલી ઓલટાઇમ સપાટીઓ આભાસી પૂરવાર થઇ રહી હોય તે રીતે સેન્સેક્સ નિફ્ટીએ એક માસમાં 6 ટકા પ્લસનું ગાબડું નોંધાવ્યું છે. તેની સામે પ્રાઇમરી માર્કેટમાં જંગી પ્રિમિયમ પડાવી કંપનીઓના પ્રમોટર્સ અને પ્રિ-ઇશ્યૂ ઇન્વેસ્ટર્સ રોકાણકારોને વધુ એકવાર રડાવીને પોતાના ગજવા ભરી ગયાં હોવાની લાગણી અને આક્રોશ પ્રવર્તી રહ્યા છે. છેલ્લા ચાર માસમાં યોજાયેલા 17 પૈકી માત્ર 8 આઇપીઓમાં ડબલ ડિજિટ પોઝિટિવ રિટર્ન જ્યારે 4 આઇપીઓમાં ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. 5 આઇપીઓ પણ સિંગલ ડિજિટ નેગેટિવ રિટર્ન સાથે રોકાણકારોના ડિમેટ એકાઉન્ટની શોભાના ગાંઠીયા બની રહ્યા છે.

ઇલેક્ટ્રોનિક્સ માર્ટ પોઝિટિવ 40 ટકા પ્રિમયમ સાથે શિરમોર

17માંથી 8 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન નોંધાયું છે. તે પૈકી ઇલેક્ટ્રોનિક્સ માર્ટ રૂ. 59ની પ્રાઇસબેન્ડ સામે 40 ટકા પ્રિમિયમ સાથે રૂ. 82.35ની સપાટીએ રહ્યો છે. તો ગ્લોબલ હેલ્થ 32 ટકા અને આર્ચિયન કેમિકલ્સ 19 ટકા બિકાજી 17 ટકા રિટર્ન અને ફાઇવસ્ટાર બિઝનેસ 16.6 ટકા, કાયનેસ ટેકનો. 15.6 ટકા અને ડ્રીમફોક્સ 12 ટકા પ્રિમિયમ ધરાવે છે.

પોઝિટિવ રિટર્ન નોંધાવનારા 8 આઇપીઓ

NameListed OnIssue PriceLast PriceProfit/Loss
Electronics MartOct 175982.3539.58%
Global HealthNov 16336443.7532.07%
Archean ChemicalNov 21407485.5519.3%
Bikaji FoodsNov 16300349.916.63%
Five Star Business Fina.Nov 21474552.7516.61%
Kaynes TechnologyNov 22587678.915.66%
Dreamfolks ServicesSep 632636612.27%
Harsha EngineersSep 26330364.710.52%

બહુ ગાજીને ફસકી ગયેલા આઇપીઓમાં આઇનોક્સ શિરમોર

બહુ ગાજેલાં અને રોકાણકારોની મૂડીમાં મોટા ગાબડાં પાડનારાં આઇપીઓમાં આઇનોક્સ ગ્રીન એનર્જી શિરમોર રહ્યો છે. રૂ. 65ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લો બંધ રૂ. 40.74 રહ્યો છે. જે 37.31 ટકાનું મૂડી ધોવાણ દર્શાવે છે. તે જ રીતે ઘર્મજ ક્રોપ ગાર્ડનો આઇપીઓ રોકાણકારોની મૂડીને ગાર્ડ (રક્ષણ આપવા)માં નિષ્ફળ ગયો છે. અને રૂ. 237ની ઇશ્યૂ પ્રાઇસ સામે 23.67 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. 180.90ની નીચી સપાટીએ રમી રહ્યો છે. સૂલા વાઇનયાર્ડ, કિસ્ટોન રિયાલ્ટર્સમાં પણ ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન નોંધાયું છે.

નેગેટિવ રિટર્ન નોંધાવનારા 9 લિસ્ટેડ આઇપીઓ

NameListed OnIssue PriceLast PriceProfit/Loss
Inox Green EnergyNov 236540.75-37.31%
Dharmaj Crop GuardDec 8237180.9-23.67%
Sula VineyardsDec 22357311.15-12.84%
Keystone RealtorsNov 24541474.65-12.26%
Uniparts IndiaDec 12577540.3-6.36%
Tamilnad Mercantile BankSep 15510483.55-5.19%
Fusion Micro FinanceNov 15368351-4.62%
DCX SystemsNov 11207200.4-3.19%
Tracxn TechnologiesOct 208078.7-1.63%