IN-SPACeઅને સિડબી વેન્ચર કેપિટલ એ સ્પેસ સેક્ટર માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડ માટે એગ્રીમેન્ટ કર્યો

અમદાવાદ, 13 નવેમ્બર: ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ) અને સિડબી વેન્ચર કેપિટલ ભારતના અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડને કાર્યાન્વિત કરવા માટે કોન્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ પર આજે હસ્તાક્ષર કર્યા હતા. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ 31 ઓક્ટોબર, 2025ના રોજ તેને મજૂરી આપી પછી ફંડની રોકાણ કામગીરીનો આ સાથે ઔપચારિકપણે પ્રારંભ થયો છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ઓક્ટોબર 2024માં ભારતીય અવકાશ ક્ષેત્ર માટે રૂ. 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી હતી. માર્ચ 2025માં સિડબીને ફંડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં પ્રારંભિક તબક્કાના અને ટેકનોલોજી-આધારિત સાહસોને પોષવાના તેના ઊંડા અનુભવને આધારે સિડબીને આ ભૂમિકા સોંપાઈ હતી.
આ ફંડ ટેકનોલોજી,સેટેલાઇટ્સ, પેલોડ સિસ્ટમ્સ,IN-SPACeસર્વિસીઝ, અર્થ ઓબ્ઝર્વેશન, કમ્યૂનિકેશન પ્લેટફોર્મ્સ અને ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન્સમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને મહત્વપૂર્ણ પ્રારંભિક તબક્કાની અને વૃદ્ધિ માટેની મૂડી પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે,જે તેને રાષ્ટ્રીય અવકાશ ક્ષમતાને વધારવામાં અને તેમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે.
IN-SPACeખાનગી ભાગીદારીને સક્ષમ બનાવીને,સ્ટાર્ટઅપ્સને ટેકો આપીને અને ટેકનોલોજીકલ વિકાસને ઉત્પ્રેરિત કરીને ભારતના આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અવકાશ ક્ષેત્રના વિઝનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. આ ફંડનું કાર્યાન્વિત થવું તે ભારત માટે મજબૂત,નવીનતા-સંચાલિત અને ભવિષ્ય માટે તૈયાર અવકાશ ઉદ્યોગ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
