ભારતની મહિલા સંચાલિત પ્રથમ AMCએ ચાર એક્ટિવ ફંડ્સ NFO કામગીરીનો પ્રારંભ કર્યો
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડે આજે ઇતિહાસ રચ્યો હતો. ચાર એક્ટિવ ફંડ્સ ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સાથે તેની કામગીરીનો પ્રારંભ કરીને તે ભારતની મહિલા સંચાલિત પ્રથમ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બની છે.
એએમસી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર તેના એનએફઓ લોન્ચ કરનારી દેશની પહેલી કંપની બની છે અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને સુલભ તથા સરળ બનાવવાના તેના મિશનને આગળ ધપાવ્યું છે. આ સાથે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ ચાર એક્ટિવ કેટેગરી ફંડ્સ સાથે શરૂઆત કરનારું પહેલું મ્યુચ્યુઅલ ફંડ બન્યું છે જે સીઈઓ, સીઆઈઓ-ઇક્વિટી અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે મહિલા નેતૃત્વનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.
ચાર ફંડ્સ જેમાં ધ વેલ્થ કંપની ફ્લેક્સી કેપ ફંડ, ધ વેલ્થ કંપની આર્બિટ્રેજ ફંડ, ધ વેલ્થ કંપની એથિકલ ફંડ અને ધ વેલ્થ કંપની લિક્વિડ ફંડ વૃદ્ધિ, સ્થિરતા, નૈતિકતા અને તરલતામાં રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. સાથે મળીને તે એક વ્યાપક શરૂઆત કરે છે જે સંસ્થાકીય ધોરણના અનુપાલન, સાયન્ટિફિક રિસ્ક ફ્રેમવર્ક્સ અને ડિસ્ટ્રીબ્યુટર-ફર્સ્ટ ઇકોસિસ્ટમનું મિશ્રણ કરે છે.

NFO 24 સપ્ટેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્સન માટે ખૂલે છે અને 8 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થાય છે. રોકાણકારો રૂ. 1,000ની લઘુતમ અરજી રકમ તથા રૂ. 250ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સાથે તેમની સંપત્તિની સફર શરૂ કરી શકે છે.
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ એ એવી પહેલી એસેટ મેનેજમેન્ટ કંપની છે જેણે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નેટવર્ક પર તેની ન્યૂ ફંડ ઓફર (NFO) લોન્ચ કરી છે,જે રોકાણકારોના વિશાળ આધાર માટે મ્યુચ્યુઅલ ફંડ વિતરણને સરળ અને વધુ સુલભ બનાવે છે.
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ તેના વિકાસ મોડેલના મૂળમાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ સાથે બનાવવામાં આવ્યું છે. 110થી વધુ શહેરો અને 450થી વધુ ફ્રેન્ચાઇઝ ભાગીદારોમાં ફેલાયેલા નેટવર્ક સાથે, એએમસી ડિસ્ટ્ર્બ્યુટર્સને સશક્ત બનાવવા માટે તાલીમ, ડિજિટલ ઓન-બોર્ડિંગ અને સરળ પ્રક્રિયાઓમાં રોકાણ કરી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
