આઇપીઓ ખૂલશે31 ડિસેમ્બર
આઇપીઓ બંધ થશે2 જાન્યુઆરી
એન્કર બીડ30 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 204-215
લોટ સાઇઝ69 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.260.15 કરોડ
ઇશ્યૂ સાઇઝ1.21 કરોડ શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 29 ડિસેમ્બર: ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને રૂ. 204-215ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં 1.21 કરોડ શેર્સના આઇપીઓ સાથે તા. 31 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો આઇપીઓ તા. 2 જાન્યુઆરીએ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 30 ડિસેમ્બર, 2024 છે. ઓછામાં ઓછા 69 ઇક્વિટી શેર અને ત્યારબાદ 69 ઇક્વિટી શેરના ગુણાંક માટે બિડ કરી શકાય છે. પ્રારંભિક જાહેર ઓફરમાં 8,600,000 સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને રણબીર સિંહ ખડવાલિયા (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 3,500,000 સુધીના ઈક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ ટ્રેક્ટર, પિક એન્ડ કેરી ક્રેન્સ અને અન્ય લણણી સાધનોના ઉત્પાદનમાં વ્યસ્ત છે. કંપની બે બ્રાન્ડનું સંચાલન કરે છે: ઈન્ડો ફાર્મ અને ઈન્ડો પાવર, તેઓ તેમના ઉત્પાદનો નેપાળ, સીરિયા, સુદાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં નિકાસ કરે છે. કંપની 16 એચપીથી 110 એચપીની રેન્જના ટ્રેક્ટરનું ઉત્પાદન કરે છે અને 9 થી 30 ટનની રેન્જ પિક એન્ડ કેરી ક્રેન્સ બનાવે છે. બદ્દી, હિમાચલ પ્રદેશમાં આ સુવિધા 127,840 ચોરસ મીટરમાં ફેલાયેલી છે અને તેમાં ફાઉન્ડ્રી, મશીન શોપ અને એસેમ્બલી યુનિટનો સમાવેશ થાય છે. કંપની પાસે વાર્ષિક 12000 ટ્રેક્ટર અને 1,280 પીક એન્ડ કેરી ક્રેન્સ ઉત્પાદન ક્ષમતા છે.

નવા પિક એન્ડ કેરી ક્રેન મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટે વર્તમાન સુવિધા નજીક વધારાની ઔદ્યોગિક જમીન હસ્તગત કરી છે, જે દર વર્ષે 3,600 યુનિટની ક્ષમતા વધારવાનું લક્ષ્ય ધરાવે છે.

ઈશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે

પીક એન્ડ કેરી ક્રેન્સ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે નવા સમર્પિત યુનિટની સ્થાપના કરવા માટે, કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અથવા પૂર્વ ચુકવણી કરવા માટે અને NBFC સબસિડિયરી (બારોટા ફાઇનાન્સ લિ.) માં વધુ રોકાણ તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેના મૂડી આધારને વધારવા માટે ધિરાણ માટે અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

લિસ્ટિંગઃ કંપનીના ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

લીડ મેનેજર્સઃ આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ આ ઑફર માટે બુક નિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.