Interio એ રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવી ઘરની ખરીદી સરળ બનાવી

અમદાવાદ,29 જુલાઈ: ગોદરેજ એન્ટરપ્રાઈસિસ ગ્રૂપની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ઈન્ટિરીયોએ દેશના અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સના સહયોગથી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, દિલ્હી-એનસીઆર તથા હૈદરાબાદ સહિત મહત્વના શહેરોમાં રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ લોન્ચ કર્યાં છે. આ પહેલનો હેતુ કસ્ટમાઇઝેશન, કિફાયતીપણા અને ટેક્નોલોજી આધારિત સુવિધા આપતાં ઈન્ટિરીયર સાથે ફર્નિચરનો સુંદર સુમેળ સાધે તેવા ફૂલી ફર્નિશ્ડ સેમ્પલ ફ્લેટ્સ ઉપલબ્ધ બનાવીને ઘરની ખરીદીના અનુભવમાં ક્રાંતિ લાવવાનો છે. આ ઓફર આગામી પાંચ વર્ષમાં તેના કુલ બિઝનેસ વોલ્યુમના 10 ટકા સુધીનું યોગદાન આપશે, જે બ્રાન્ડની વૃદ્ધિની યાત્રામાં તેના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.
ઇન્ટરિયોએ ઓંગોલ (આંધ્રપ્રદેશ)માં બીએમઆર પ્રોજેક્ટ્સ અને અર્જુન ઇન્ફ્રા, વિજયવાડા (આંધ્રપ્રદેશ)માં ધ પાર્ક વ્યૂ અને ભુવનેશ્વર (ઓડિશા)માં ઉત્કલ ગ્રીનએક્સ સહિત સમગ્ર ભારતમાં અગ્રણી ડેવલપર્સ સાથે 50+ ભાગીદારી કરી છે, આ ઉપરાંત અન્ય જોડાણોની પ્રક્રિયા ચાલી રહી છે.

ઇન્ટરિયોના કારોબારનો 50 ટકાથી વધુ હિસ્સો નવા ઘર ખરીદનારાઓ દ્વારા સંચાલિત હોવાને કારણે ગ્રાહકો ઇન્ટરિયોના મોડ્યુલર સોલ્યુશન્સ, જેમ કે UPMODS બેડ્સ, ક્રિએશન એક્સ 3 વોર્ડરોબ, મોડ્યુલર સોફા અને ચોક્કસ ફ્લેટ લેઆઉટને અનુરૂપ ડાઇનિંગ સેટનો ઉપયોગ કરીને તેમના ઘરોને જરૂરિયાત મુજબનું બનાવી શકે છે. 3D રૂમ પ્લાનર અને પ્રોડક્ટ કન્ફિગરેટર જેવા સાધનો દ્વારા ખરીદદારો તેમની પસંદગીની ડિજિટલ કલ્પના કરી શકે છે, જે ડિઝાઇન પ્રક્રિયાને સાહજિક અને આકર્ષક બનાવે છે.
રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ મૂલ્ય અને સુવિધાની દ્રષ્ટિએ નોંધપાત્ર લાભ પૂરાં પાડે છે. ક્યુરેટેડ ફર્નિચર કલેક્શન, એક્સક્લુઝિવ પેકેજ પ્રાઇસિંગ અને પ્રી-ડિઝાઇન લેઆઉટ નવા ઘરની સજાવટ માટે જરૂરી સમય અને પ્રયાસોમાં ઘટાડો કરે છે. કસ્ટમાઇઝેશન અને વોલ્યુમના આધારે, ડિલિવરી અને ઇન્સ્ટોલેશન 2 દિવસથી 4 અઠવાડિયાની અંદર પૂર્ણ કરી શકાય છે. ઇન્ટરિયોએ આકર્ષક ઇએમઆઇ અને એનસીઇએમઆઇ (NCEMI) પ્લાન ઉપલબ્ધ બનાવવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરી છે, જે ખાસ કરીને નવા હોમબાયર્સ માટે તૈયાર કરવામાં આવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
