અમદાવાદ,29 જુલાઈ: M&B Engineering Limited 30 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે. 1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 650 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 10 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ શેર દીઠ રૂ. 366 થી રૂ. 385 નક્કી કરવામાં આવી છે .  બિડ્સ લઘુતમ 38 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 38 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

કંપની ઓફરમાંથી મળેલી કુલ આવકનો ઉપયોગ નીચેના ઉદ્દેશ્યો માટે કરવાની દરખાસ્ત કરે છે: (1) કંપનીની ઉત્પાદન સુવિધાઓમાં ઇક્વિપમેન્ટ્સ અને મશીનરી, મકાન બાંધકામ, સોલાર રૂફટોપ ગ્રીડ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા જેનો અંદાજ રૂ. 1,305.79 મિલિયન (રૂ. 130.58 કરોડ) છે (2) કંપની દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોફ્ટવેર અપગ્રેડેશનમાં રોકાણ જેનો અંદાજ રૂ. 52.00 મિલિયન (રૂ. 5.20 કરોડ) છે (3) કંપની દ્વારા લેવામાં આવેલા અંદાજિત રૂ. 587.50 મિલિયન (રૂ. 58.75 કરોડ)ના ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ટર્મ લોનની ચુકવણી અથવા પૂર્વ-ચુકવણી માટે અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:

M&B Engineering Limited 1981 માં સ્થાપિત પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડીંગ્સ અને સેલ્ફ-એન્જિનિયર્ડ રૂફિંગ સોલ્યુશન્સના વ્યવસાયમાં રોકાયેલ છે. તેઓ ભારતમાં સ્વ-સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન કરે છે.

કંપનીએ જનરલ એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ફૂડ અને બેવરેજીસ, વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ, પાવર, ટેક્સટાઇલ અને રેલ્વે સહિત વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોને સોલ્યુશન્સ પૂરા પાડ્યા છે.કંપની ગુજરાતના સાણંદ અને તમિલનાડુના ચેયારમાં બે ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે, જેની સંયુક્ત PEB ક્ષમતા 103,800 MTPA છે. સાણંદે 2008 માં શરૂઆત કરી હતી.

કંપની નાણાકીય વર્ષ 2010 થી યુએસએ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, કતાર, શ્રીલંકા, મોરોક્કો, નાઇજીરીયા, કેન્યા અને સેશેલ્સ સહિત 22 દેશોમાં PEB અને માળખાકીય સ્ટીલ ઘટકોની નિકાસ કરે છે.

લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે. (“BRLMs”)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)