મુંબઇ, 28 નવેમ્બર, 2024 : Invesco મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ) ના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ તેની નેટ એસેટનાં લગભગ 10%-80% નું રોકાણ ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 10%-80% ડેટ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 10%-50%નું રોકાણ ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં કરશે. ઇક્વિટી ફાળવણીના સમયગાળાની અંદર, ફંડ ઉપલબ્ધ તકોના આધારે સ્કીમની નેટ એસેટના 35% સુધીનું રોકાણ ઓવરસીઝ સિક્યોરિટીઝ માં કરી શકે છે. શ્રી તાહેર બાદશાહ અને શ્રી હેરીન શાહ આ ફંડનું સંચાલન કરશે અને તેને નિફ્ટી 200 TRI (60%) + CRISIL 10 વર્ષનો ગિલ્ટ ઇન્ડેક્સ (30%) + સોનાના સ્થાનિક ભાવ (5%) + ચાંદીના સ્થાનિક ભાવ (5%) ના આધારે માપવામાં આવશે.

NFO દરમિયાન રોકાણની ન્યુનતમ રકમ રૂ. 1,000/- છે અને ત્યારબાદ તે રૂ. 1/-ના ગુણાંકમાં છે. SIP માં રોકાણો માટે, એપ્લિકેશનની ઓછામાં ઓછી રકમ રૂ. 500/- છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. જો રોકવામાં આવેલ યુનિટના 10% સુધી 1 વર્ષની અંદર રિડીમ/સ્વિચ આઉટ કરવામાં આવે, તો ફંડ પર કોઈ એક્ઝિટ લોડ વસુલવામાં નહીં આવે. એક વર્ષની અંદર 10% થી વધુ યુનિટના કોઈપણ રિડેમ્પશન/ સ્વિચ આઉટ માટે, 1% નો એક્ઝિટ લોડ વસૂલવામાં આવશે. જો ફાળવણીની તારીખથી 1 વર્ષ પછી યુનિટ રિડીમ/સ્વિચ આઉટ કરવામાં આવે તો કોઈ એક્ઝિટ લોડ લેવામાં નહીં આવે.નવી ફંડ ઑફર (NFO) સબ્સ્ક્રિપ્શન માટે 27 નવેમ્બર, 2024 થી ખુલ્લી છે, જે 11 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)