અમદાવાદ , 28  નવેમ્બર, 2024:  VEDANTA રિસોર્સિસે ફાઇનાન્સ 2 PLC એ સિંગાપોર એક્સચેન્જના નોટિફિકેશનમાં જણાવ્યું કે તેણે નવા બોન્ડ ઇશ્યૂ કરીને 800 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યા છે. આ ઇશ્યૂ બે તબક્કાના બોન્ડ્સમાં હતા. એક 2028માં મુદત પૂરી થતા 10.25 ટકાના 300 મિલિયન US ડોલરની કુલ મૂળ રકમ સાથે અને બીજો તબક્કો 2031માં મુદત પૂરી થતા 11.25 ટકાના 500 મિલિયન યુએસ ડોલરની કુલ રકમ સાથે.

આ બોન્ડ્સને ફિંચ રેટિંગ્સ દ્વારા  “B-” અને એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા “CCC+” નું રેટિંગ મળવાની ધારણા છે અને તે સિંગાપોર એક્સચેન્જ સિક્યોરિટીઝ ટ્રેડિંગ લિમિટેડ (SGX-ST)ના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. વીઆરએફ નવા બોન્ડ્સ ઇશ્યૂ કરવાથી મળેલી રકમનો વેદાંતાના હાલના બોન્ડ્સની ચૂકવણી માટે ઉપયોગ કરશે.

બોન્ડ ઇશ્યૂને 1.19 અબજ યુએસ ડોલરના આખરી સંયુક્ત ઓર્ડર્સ મળ્યા છે જે 1.5 ગણું ઓવરસબ્સ્ક્રીપ્શન દર્શાવે છે. હાલના અને એશિયા પેસિફિક (એપેક), યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા (ઈએમઈએ) અને અમેરિકાના નવા રોકાણકારો તરફથી બિડ્સ મળી છે જેમાં 90 ટકાથી વધુ સહભાગિતા બંને તબક્કામાં એસેટ/ફંડ મેનેજર્સ તરફથી રહી છે. વીઆરએફના સ્ટોક એક્સચેન્જ નોટિફિકેશન મુજબ બોન્ડ્સની આખરી ફાળવણીમાં 2028માં મુદત પૂરી થતા બોન્ડ્સ માટે 32 ટકા એશિયાથી, 36 ટકા ઈએમઈએથી, 32 ટકા અમેરિકાથી રહી છે. 2031માં મુદત પૂરી થતા બોન્ડ્સ માટેની ફાળવણીમાં 35 ટકા એશિયા, 23 ટકા ઈએમઈએ અને 42 ટકા અમેરિકાનો સમાવેશ થાય છે. VEDANTA રિસોર્સીસે પહેલા અર્ધવાર્ષિક ગાળામાં તેનું ચોખ્ખું દેવું 1 અબજ ડોલર ઘટાડ્યું છે અને હાલના નાણાંકીય વર્ષમાં 1.2 અબજ યુએસ ડોલરથી વધુના બોન્ડ રિફાઇનાન્સ કર્યા છે.

સપ્ટેમ્બરમાં VEDANTA એ હાલના બોન્ડ્સની ચૂકવણી માટે 900 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યા હતા જે બેથી વધુ વર્ષોમાં કંપનીનો પહેલો ડોલર બોન્ડ ઇશ્યૂ હતો. 900 મિલિયન ડોલર એકત્રિત કરવાની કવાયત પાંચ વર્ષના ડોલર-ડિનોમિનેટેડ બોન્ડમાં 10.875 ટકાના કૂપન રેટ પર હતી. આના પગલે વીઆરએફે સપ્ટેમ્બર બોન્ડ ઇશ્યૂ કરવાનો વિકલ્પ અપનાવીને બીજા 300 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)