Ishan Technologies એ MeirtY-સર્ટીફાઈડ ‘સક્ષમ ક્લાઉડ’ લોંચ કર્યું
અમદાવાદ, 26 ઓગસ્ટ: ઈશાન ટેકનોલોજીસે સક્ષમ ક્લાઉડ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ભારતીય ઉદ્યોગ સાહસિકોને માટે ડિઝાઈન કરવામાં આવેલ એક સોવેરિન અને અનુપાલન-સંચાલિત ક્લાઉડ પ્લેટફોર્મ છે.
મુંબઈ અને ચેન્નઈમાં ઈશાને રેટેડ-3 ડેટા સેન્ટરમાં નિર્માણ પામેલ અને હોસ્ટ કરવામાં આવેલ આ સક્ષમ ક્લાઉડ MeitY પેનલબદ્ધ છે, આઈએસઓ 27001, પીસીઆઈ ડીએસએસ, એસઓસી2, અને એચઆઈપીએએ અનુપાલક એટલે કે કોમ્પલિયન્ટ છે, તે દેશમાં સોવેરિન ક્લાઉડની ઓફર કરે છે.
ઈશાન ટેકનોલોજીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પિંકેશ કોટેચાએ જણાવ્યું હતું કે “નિયમનકારી માળખા અને ડેટા લોકલાઈઝેશન ભારતના ડિજિટલ પરિવર્તનને આકાર આપી રહેલ છે, ઉદ્યોગ સાહસિકોને એક સેવોરિન ક્લાઉડ પ્લેફોર્મની આવશ્યકતા રહેલી છે,જે પર્ફોમન્સ સાથે અનુપલાન એટલે કે કોમ્પ્લિયન્સને સંતુલિત કરે છે. સક્ષમ ક્લાઉડને ભારતના ક્લાઉડના સ્વરૂપમાં ડિઝાઈન કરવામાં આવેલ છે, જે વ્યવસાયોને સુરક્ષા પ્રદાન કરે છે, ભારતના ક્લાઉડ સંબંધિત વાતાવરણમાં આત્મવિશ્વાસનો સંચાર કરવા સાથે વિસ્તરણ કરવા માટે સક્ષમ બનાવે છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)