IPO ખૂલશે23 એપ્રિલ
IPO બંધ થશે25 એપ્રિલ
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ.375-415
લોટ36 શેર્સ
ઇશઅયૂ સાઇઝ16,015,988 શેર્સ
ઇશ્યૂ સાઇઝ₹649.47 કરોડ
લિસ્ટિંગBSE, NSE
BUSINESSGUJARAT.IN RATING8/10

અમદાવાદ, 19 એપ્રિલ:  તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની JNK ઈન્ડિયા લિ.એ  તેના IPO માટે રૂ. 2/શૅરની ફેસ વેલ્યુના શૅર માટે રૂ. 395/ થી રૂ. 415/ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઇપીઓ તા.23 એપ્રિલે ખૂલશે અન તા. 25 એપ્રિલના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 36 ઇક્વિટી શેર્સ માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકે છે. આ ઈશ્યૂમાં રૂ. 3,000.00 મિલિયનના નવા ઈશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર તરફથી 8,421,052 ઈક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઑફર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઑફરનો 50% હિસ્સો ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, ઑફરનો 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરના 35% હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે..

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપની થર્મલ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાયિંગ, ઇન્સ્ટોલિંગ અને કમિશનિંગ હીટિંગ સાધનોની ક્ષમતાઓ ધરાવે છે  અને તે સ્થાનિક અને વિદેશી બજારોને પૂરી પાડે છે. (સ્રોત: F&S રિપોર્ટ). વર્ષોથી કંપનીએ ફ્લેર્સ અને ઇન્સિનેટર સિસ્ટમ્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને ગ્રીન હાઇડ્રોજન સાથે રિન્યુએબલ સેક્ટરમાં ક્ષમતાઓ વિકસાવી રહી છે. તેલ અને ગેસ રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો, હાઇડ્રોજન અને મિથેનોલ પ્લાન્ટ વગેરે જેવા પ્રોસેસ ઉદ્યોગોમાં હીટિંગ ઇક્વિપમેન્ટની આવશ્યકતા છે.

કંપની 21 સ્થાનિક અને 8 વિદેશી ગ્રાહકો ધરાવે છે

31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપનીએ ભારતમાં 21 ગ્રાહકોને 8 વિદેશી ગ્રાહકોને સેવા આપી છે. ભારતમાં, તેણે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને વૈશ્વિક સ્તરે નાઇજીરીયા અને મેક્સિકોમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.

કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં 20243 ચો.મી.માં ફેલાયેલો છે

કંપની ગુજરાતમાં મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ઇન-હાઉસ ફેબ્રિકેશન સુવિધા ચલાવે છે, જે વાર્ષિક 5,000 મેટ્રિક ટન ફેબ્રિકેશન અને મોડ્યુલરાઇઝેશનની ઇન્સ્ટોલ ક્ષમતા સાથે આશરે 20,243 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, તેની ઓર્ડર બુક રૂ. 8,450.27 મિલિયન હતી.

લીડ મેનેજર્સશેર્સના લિસ્ટિંગ
IIFL સિક્યોરિટીઝ અને ICICI સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.ઇક્વિટી શેરોને BSE અને NSE પર સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)