JSW પેઇન્ટ્સે એઝ્કો નોબલ ઈન્ડિયાની હસ્તાંતરણ પ્રક્રિયા પૂરી કરી

અમદાવાદ, 11ડિસેમ્બર:JSW પેઇન્ટ્સ લિમિટેડે આજે એઝ્કો નોબલ એન. વી. અને તેના સહયોગીઓ પાસેથી એઝ્કો નોબલ ઈન્ડિયા લિમિટેડ (“ANIL”) માં 60.76 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. જેએસડબ્લ્યુ પેઇન્ટ્સે ઓપન ઓફર સફળ થયા પછી ANILના જાહેર શેરધારકો પાસેથી 0.44 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો હતો અને આજની હસ્તાંતરણ પ્રક્રિયા પૂરી થયા પછી તેનો હિસ્સો હવે 61.2 ટકા થઈ ગયો છે.
જેએસડબ્લ્યુ પેઇન્ટ્સ ભારતની સૌથી ઝડપથી વિકસતી પેઇન્ટ કંપની છે અને 23 અબજ યુએસ ડોલરના જેએસડબ્લ્યુ ગ્રુપનો એક ભાગ છે, જે સ્ટીલ, સિમેન્ટ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોટિવ અને પેઇન્ટ્સ સહિત વિવિધ બીટુબી અને બીટુસીમાં વિવિધ હિતો ધરાવતો ભારતનો અગ્રણી ઉદ્યોગ સમૂહ છે. ANIL ભારતના અગ્રણી ડેકોરેટિવ અને ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ કંપનીઓમાંની એક છે અને નેધરલેન્ડ્સમાં મુખ્ય મથક ધરાવતા ડેકોરેટિવ પેઇન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ કોટિંગ્સમાં વૈશ્વિક અગ્રણી એઝ્કો નોબલનો એક ભાગ હતી.
આ સોદો જેએસડબ્લ્યુ પેઇન્ટ્સને આ ક્ષેત્રની મુખ્ય કંપનીઓ પૈકીની એક તરીકે સ્થાન આપે છે જેમાં આગામી વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
