નાસિક, 18 ફેબ્રુઆરી: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી નાસિક સ્થિત કેબીસી ગ્લોબલ લિમિટેડ (BSE – 541161)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 15 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં (રૂ. 1ના પ્રત્યેક એક સંપૂર્ણ ઇક્વિટી શેર માટે એક બોનસ ઇક્વિટી શેર) બોનસને મંજૂરી આપી છે, જે કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીને આધિન છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અધિકૃત મૂડી વધારવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી અને કેબીસી ગ્લોબલ લિમિટેડનું નામ બદલીને ધરન ઇન્ફ્રા-ઇપીસી લિમિટેડ અથવા આરઓસી દ્વારા મંજૂર કરાયેલા અન્ય નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કંપનીની ઓર્ડર બુક રૂ. 260 કરોડથી વધુ છે. માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 300 કરોડ છે.

બોર્ડે કેબીસી ગ્લોબલનું નામ બદલીને ધરન ઇન્ફ્રા-ઇપીસી કરવાની મંજૂરી આપીકંપનીની ઓર્ડર બુક રૂ. 260 કરોડથી વધુ અને માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 300 કરોડ છે

બોનસ ઇક્વિટી શેર 31 માર્ચ, 2024 સુધી, ફ્રી રિઝર્વ્સ, સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ અને કેપિટલ રિડેમ્પશન રિઝર્વ સહિત કંપનીના માન્ય અનામતમાંથી જારી કરવામાં આવશે. બોનસ ઇશ્યૂ માટે કુલ રૂ. 261.43 કરોડનો ઉપયોગ થશે, જેમાં બોર્ડની મંજૂરીના 60 દિવસની અંદર બોનસ શેર જમા થશે. આજની તારીખે કંપનીની શેર મૂડી રૂ. 261.43 કરોડ છે, જેમાં પ્રત્યેક રૂ. 1ના સમાન ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જે બોનસ ઇશ્યૂ પછી વધીને રૂ. 522.87 કરોડ થશે. કંપની સેબી રેગ્યુલેશન 30 (2015) મુજબ, યોગ્ય સમયે બોનસ શેર પાત્રતા માટે “રેકોર્ડ તારીખ” જાહેર કરશે

તાજેતરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક, ફાલ્કન પીક ફંડ (CEIC) લિમિટેડ સહિત અન્ય રોકાણકારોએ કંપનીમાં કન્વર્ટિબલ પ્રેફરેન્શિયલ વોરંટ ઇશ્યૂ કરીને રૂ. 99.50 કરોડ સુધીનું રોકાણ કરવાનું જાહેર કર્યું હતું. 16 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બેઠકમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-પ્રમોટર્સને પ્રેફરેન્શિયલ ધોરણે કુલ રૂ. 2.20 પ્રતિ વોરંટ (વોરંટ દીઠ રૂ. 1.20ના પ્રીમિયમ સહિત) કુલ રૂ. 99.50 કરોડના કુલ 45.23 કરોડ વોરંટ જારી કરવાની મંજૂરી આપી છે. દરેક વોરન્ટને રૂ. 1ની ફેસ વેલ્યુના એક ઇક્વિટી હિસ્સામાં રૂપાંતરિત કરી શકાશે. દરેકની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. ઇક્વિટી ઇશ્યૂની આવકનો ઉપયોગ દેવાની ચુકવણી માટે કરવામાં આવશે. આ માટે કંપનીની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ 15 નવેમ્બર, 2024ના રોજ યોજાઇ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)