KFIN ટેકનોલોજીસનો IPO 19 ડિસેમ્બરેઃ પ્રાઇસબેન્ડ 347-366
KFin Technologies IPOની વિગતો એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ ખૂલશે | 19 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | તા. 21 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 347- 366 |
લોટ સાઇઝ | 40 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 40,983,607 શેર્સ |
ઇશ્યૂ ટાઇપ | Book Built Issue IPO |
લિસ્ટિંગ | BSE, NSE |
કંપનીના પ્રમોટર્સ | જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઇ લિ. |
સંભવિત એલોટમેન્ટ | તા. 26 ડિસેમ્બર |
સંભવિત રિફંડ | તા. 27 ડિસેમ્બર |
સંભવિત લિસ્ટિંગ | તા. 29 ડિસેમ્બર |
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ | ICICI સીક્યો., કોટક મહિન્દ્રા કેપિટલ, JP મોર્ગન, IIFL સીક્યો.,જેફરીઝ ઇન્ડિયા |
અમદાવાદઃ કેફીન ટેકનોલોજીસ લિ. શેરદીઠ રૂ.10ની મૂળ કિંમત અને રૂ. 347- 366ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 1500 કરોડના આઇપીઓ સાથે તા. 19 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 21 ડિસેમ્બરના રોજ બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે. ન્યૂનતમ 40 શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.
કંપનીની કામગીરી અંગે
2017માં સ્થપાયેલી કેફીન ટેકનોલોજીસ એ ટેકનોલોજી ડ્રિવન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કરે છે. કંપની એસેટ મેનેજર્સ અને કોર્પોરેટ ઇશ્યૂઅર્સને સર્વિસિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડે છે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ અને મલેશિયા, ફિલિપાઇન્સ અને હોંગકોંગની પ્રાઇવેટ રિટાયરમેન્ટ સ્કીમ્સને પણ સેવાઓ આપે છે. એએમસી ક્લાયન્ટ્સની સેવાઓના આધારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇડસ્ટ્રીને સૌથી મોટી ઇન્વેસ્ટર સોલ્યુસન્સ પ્રોવાઇડર કંપની બની છે.
કંપની 192 એસેટ મેનેજર્સના 301 ફંડ્સને સેવાઓ પૂરી પાડે છે. એનપીએસ માટે સીઆરએએસ પૂરી પાડતી અગ્રણી એજન્સી છે
કંપનીની નાણાકીય કામગીરી (આંકડા રૂ.કરોડમાં)
સમયગાળો | કુલ આવકો | ચોખ્ખો નફો |
31-Mar-19 | 164.76 | 8.96 |
31-Mar-20 | 455.26 | 4.52 |
31-Mar-21 | 486.2 | -64.51 |
30-Sep-21 | 293.43 | 67.8 |
31-Mar-22 | 645.56 | 148.55 |
30-Sep-22 | 353.76 | 85.34 |