મુંબઈ, 9 એપ્રિલ: કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડે ઓપ્ટિપ્રાઇમ ડ્યુઅલ કોર 1000 kVA જનરેટર લોંચ કર્યું છે, વિશ્વનું સૌથી નાનું છે. ઔદ્યોગિક અને વાણિજ્યિક વપરાશ માટે ડિઝાઇન કરાયેલું આ કોમ્પેક્ટ અને કાર્યક્ષમ જનરેટર પર્યાવરણીય ટકાઉપણા સાથે ઉચ્ચ પ્રદર્શન આપે છે, જે વૈશ્વિક સ્તરે ઇનોવેટિવ, ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરવાની કિર્લોસ્કરના મીશનને અનુરૂપ છે.

કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સના મેનેજિંગ ડિરેક્ટર ગૌરી કિર્લોસ્કરે મેક ઇન ઇન્ડિયા પહેલ માટે કંપનીનો મજબૂત સપોર્ટ તેમજ ભારત અને મધ્યપૂર્વ વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં તેની ભૂમિકા હાઇલાઇટ કરી હતી. તેમણે સ્માર્ટ એનર્જી સોલ્યુશન્સ સાથે ટકાઉ વૃદ્ધિની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. કિર્લોસ્કર ઇથેનોલ, મિથેનોલ, બાયોડીઝલ, નેચરલ ગેસ, બાયોગેસ અને હાઇડ્રોજન જેવા વૈકલ્પિક ઇંધણ ચલાવવા માટે ડિઝાઇન કરાયેલા એન્જિન પણ પૂરા પાડે છે. તેમાં ડ્યુઅલ-ફ્યુઅલ અને ફ્લેક્સ-ફ્યુઅલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જે ઉદ્યોગોને તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ઉપસ્થિતિ અને વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે કિર્લોસ્કર વૈશ્વિક બજારોમાં આ અદ્યતન સોલ્યુશન્સ રજૂ કરવા માટે સજ્જ છે, જે ઉભરતી જરૂરિયાતોને કાર્યક્ષમ અને જવાબદારીથી નિભાવે છે.