મુંબઈ, 9 એપ્રિલ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવા મહિન્દ્રા ઈન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો (MIDS)નો પ્રારંભ કર્યો હતો. આ અત્યાધુનિક ફેસિલિટી કંપનીની ડિઝાઇન ક્ષમતાઓમાં એક મોટું ભવિષ્યલક્ષી પગલું છે. મુંબઈ સ્થિત આ ભવિષ્ય માટે તૈયાર એમઆઈડીએસ હાલના સ્ટુડિયોની સાઇઝ કરતાં બમણો છે.

2015માં સ્થપાયેલો એમઆઈડીએસ મહિન્દ્રાના ઓટો અને ફાર્મ બિઝનેસને ટેકો આપવા માટેના સમર્પિત સ્ટુડિયો તરીકે સ્થપાયો હતો. કંપનીના ઝડપી વિકાસ અને ઓટો, ફાર્મ અને લાસ્ટ માઇલ મોબિલિટી (એલએમએમ)માં ફેલાયેલા વ્યાપક પોર્ટપોલિયો સાથે આ વિસ્તારેલો સ્ટુડિયો ડિઝાઇન આર્કિટેક્ચર, નવા જમાનાની ટેક્નોલોજીઓ અને ગ્લોબલ ટેસ્ટ પ્રેક્ટિસીસમાં નવા રોકાણો લાવે છે.

ડિઝાઇનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એમઆઈડીએસના વડા અજય સરન શર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ કન્સેપ્ટ સ્કેચથી લઈને ઉત્પાદન સુધી પ્રોજેક્ટ્સ પર એન્ડ-ટુ-એન્ડ ડિલિવરી નવા વર્કિંગ સ્ટ્રક્ચર સાથે વધુ મજબૂત બનાવવામાં આવી છે જેમાં ક્લાસિક ડિઝાઇન વર્ટિકલ્સ સાથે એચએમઆઈ ડિઝાઇન, ડિઝાઇન ગુણવત્તા અને અનુભૂતિ જેવા નવા કામોનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ચીફ ડિઝાઇ એન્ડ ક્રિએટિવ ઓફિસર પ્રતાપ બોઝે જણાવ્યું હતું કે આ નવો સ્ટુડિયો ભારતની શ્રેષ્ઠ ડિઝાઇન પ્રતિભાઓને આકર્ષિત કરશે અને ભારતમાં અગ્રણી ઓટોમોટિવ ડિઝાઇન સેન્ટર બનશે. અમરી પ્રોડક્ટ્સ પર એમઆઈડીએસનો પ્રભાવ આવનારા અનેક વર્ષો સુધી અનુભવાશે.