GVFLના અક્ષલરેટ ફોર એક્સેલન્સ (A4X) પ્લેટફોર્મનો પ્રારંભ
અમદાવાદ, 13 એપ્રિલ: જીવીએફએલે ‘અક્ષલરેટ ફોર એક્સેલન્સ’ (A4X) પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે કે જે તમામ સહયોગીઓને સાથે લાવીને સ્ટાર્ટઅપ્સની મજલમાં મૂલ્ય ઉમેરી પ્રારંભિક તબક્કે મૂડીરોકાણ વ્યવસ્થાનું નિર્માણ કરશે. GVFL A4X મારફતે તેની 30 વર્ષ કરતાં વધુ સમયથી સ્ટાર્ટઅપ વ્યવસ્થાને સહાય કરવાના અનુભવનો ઉપયોગ કરીને મૂડીરોકાણ મેળવવા માટે પૂરક વાતાવરણ ઉભુ કરશે અને એકમોનું હેન્ડહોલ્ડીંગ કરશે. સ્ટાર્ટઅપ અને રોકાણકારો આ બાબતે નવા હોય તેવા એસેટ ક્લાસને સહાયક બનશે.
GVFLના મેનેજીંગ ડિરેક્ટર શ્રી કમલ બંસલ જણાવે છે કે A4X સીડ ટુ સિરીઝમાં સહયોગ આપશે. રૂ.50 લાખથી રૂ.5 કરોડ સુધીની રકમ ઉભી કરવા માંગતા એકમોને સહાયરૂપ બનશે. સ્ટાર્ટઅપ પોતાને રોકાણકારોના વિવિધ જૂથ સાથે જોડી શકશે અને ઓનલાઈન ક્લોઝ ફંડીગ રાઉન્ડ કરીને A4X સમુદાયનો લાભ લેશે. સમાન પ્રકારે પરિવારની ઓફિસોની જેમ રોકાણકારો, એન્જલ ઈન્વેસ્ટર્સ, હાઈ નેટવર્થ ઈંડિવિદૂયલ અને વેન્ચર કેપિટાલિસ્ટને અગાઉથી મૂલ્યાંકન કરેલા ડીલનો લાભ મળશે અને ડ્યુ ડિલીજન્સ રિપોર્ટસ મેળવી શકશે. અનુભવી વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર સાથે કામ કરી શકશે અને મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનશે.
મેન્ટર્સ, એચઆર રિક્રૂટર્સ, સ્કેલઅપ એક્સપર્ટસ અને અન્ય લોકોની બનેલી A4X કોમ્યુનિટીને આ પ્લેટફોર્મથી મોટો લાભ થશે અને આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાઈ શકશે અને ઈકોસિસ્ટમ મહત્વના લોકો સાથે નેટવર્કીંગ કરી શકશે. એડીશનલ લીડ ફંડીંગ, બહેતર બ્રાન્ડ ડિઝીબીલીટી તથા અન્ય પાસાં પણ ઉપયોગી બનશે. આ કોમ્યુનિટી A4X પોર્ટફોલિયો માટે વધારાનો લાભ પૂરો પાડી રોકાણ પૂર્વે સહાયક બનશે અને અમલીકરણના જોખમો દૂર કરશે, જેથી ઝડપથી વ્યાપ વિસ્તારી શકાશે અને નિષ્ણાંતોના જૂથ અને સલાહકારોનો લાભ મેળવી શકાશે.