LENSCART SOLUTIONSનો IPO 31 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 382-402
| ઇશ્યૂ ખૂલશે | 31 ઓક્ટોબર |
| ઇશ્યૂ બંધ થશે | 4 નવેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ.2 |
| પ્રાઇસબેન્ડ | રૂ.382- 402 |
| લોટ સાઇઝ | 37 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 181045160 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ.7278.02 કરોડ |
| લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ લેન્સકાર્ટ સોલ્યુસન્સ લિ. શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 382-402ની પ્રાઇસબેન્ડ ધરાવતા 181045160 શેર્સના આઇપીઓ સાથે તા. 31 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 4 નવેમ્બરે બંધ થશે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઇઝ 37 શેર્સ અને તેના ગુણાંકમાં રહેશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
2008માં સ્થપાયેલી લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ, એક ટેકનોલોજી-કેન્દ્રિત ચશ્મા કંપની છે જે પ્રિસ્ક્રિપ્શન ચશ્મા, સનગ્લાસ, કોન્ટેક્ટ લેન્સ અને એસેસરીઝના ડિઝાઇન, ઉત્પાદન, બ્રાન્ડિંગ અને છૂટક વેચાણમાં સામેલ છે. ભારત તેનું મુખ્ય માર્કેટ છે. રેડસીર રિપોર્ટ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2025 દરમિયાન ભારતમાં પ્રિસ્ક્રિપ્શન ચશ્માનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું હતું.
ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર મોડેલ હેઠળ કાર્યરત, કંપની તેના પોતાના બ્રાન્ડ્સ અને સબ-બ્રાન્ડ્સ હેઠળ ચશ્માની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જે તમામ વય જૂથો અને કિંમત વિભાગોને પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2025માં 105 નવા કલેક્શન્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં જાણીતા બ્રાન્ડ્સ સાથે સહયોગનો સમાવેશ થાય છે.

કંપનીની મુખ્ય ખાસિયતો અને ગુણવત્તાઓ એક નજરે
| કેન્દ્રિત સપ્લાય ચેઇન અને ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ | ઇન-હાઉસ ફ્રેમ અને લેન્સ એન્જિનિયરિંગ |
| ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર અભિગમ | ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ ડિઝાઇન |
| માલિકીના ચશ્મા બ્રાન્ડ પોર્ટફોલિયો | ટેકનોલોજી-આગેવાની હેઠળ કામગીરી |
| ઓમ્નિચેનલ રિટેલ હાજરી | આવક અને EBITDAમાં સતત વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ |
31 માર્ચ, 2025 સુધીમાં, લેન્સકાર્ટ વૈશ્વિક સ્તરે 2,723 સ્ટોર્સ ધરાવવા સાથે ભારતમાં 2,067 અને વિદેશમાં 656 સ્ટોર્સ ધરાવે છે તે પૈકી ભારતમાં 1,757 માલિકીના અને 310 ફ્રેન્ચાઇઝ્ડ સ્ટોર્સ ધરાવે છે. ભારતભરમાં 168 સ્ટોર્સ અને જાપાન અને થાઇલેન્ડ સહિત પસંદગીના આંતરરાષ્ટ્રીય સ્થળોએ 136 ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા રિમોટ આઇ ટેસ્ટિંગ ઓફર કરવાની પણ સુવિધા ધરાવે છે.
ભિવાડી અને ગુરુગ્રામમાં ઉત્પાદન કેન્દ્ર છે, જેને સિંગાપોર અને યુએઈમાં પ્રાદેશિક સુવિધાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સેટઅપ સિંગલ-વિઝન પ્રિસ્ક્રિપ્શન આઇવેર માટે 40 ભારતીય શહેરોમાં બીજાંદિવસે ડિલિવરી અને 69 શહેરોમાં 3 દિવસમાં ડિલિવરી સક્ષમ બનાવે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
| Period | Jun25 | Mar25 | Mar24 | Mar23 |
| Assets | 10,845.68 | 10,471.02 | 9,531.02 | 9,528.28 |
| Total Income | 1,946.10 | 7,009.28 | 5,609.87 | 3,927.97 |
| PAT | 61.17 | 297.34 | -10.15 | -63.76 |
| EBITDA | 336.63 | 971.06 | 672.09 | 259.71 |
| NET Worth | 6,176.87 | 6,108.30 | 5,642.38 | 5,444.48 |
| Reserves | 5,855.43 | 5,795.00 | 5,466.50 | 5,411.96 |
| Borrowing | 335.48 | 345.94 | 497.15 | 917.21 |
(આંકડા રૂ. કરોડમાં)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
