તમિલનાડુને 558 મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ
અમદાવાદ, 25 ફેબ્રુઆરી: 18.15 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું કે તેની પેટાકંપની મોક્સી પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ વર્ષના સમયગાળા માટે 558 મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે.
તમિલનાડુના તુતીકોરિનમાં મોક્સી પાવર 1,200 મેગાવોટ (2X 600 મેગાવોટ)ની ક્ષમતાના પાવર પ્લાન્ટ ચલાવે છે. 1 એપ્રિલ 2026 થી પ્રતિ યુનિટ રૂ. 5.910ના દરથી વીજ પુરવઠો આપવાની શરૂઆત કરવા માટેની અદાણી પાવરે ઓફર કરીને તીવ્ર સ્પર્ધાત્મક બોલીમાં સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે તે ઉભરી આવી હતી.
આમ હવે પ્લાન્ટના આ બંને એકમો વીજ પુરવઠા કરાર ધરાવવા સાથે અદાણી પાવરની કુલ સંચાલન ક્ષમતાના 95% થી વધુ મધ્યમથી લાંબા ગાળાના કરારો વડે સુરક્ષિત અને લાંબા ગાળાની નોંધપાત્ર આવક સુનિશ્ચિત કરે છે. તદુપરાંત કંપનીને ટૂંકા ગાળાની બજાર અસ્થિરતાથી પણ બચાવે છે. આવનારા વર્ષોમાં તેના તમામ કાર્યરત અને ચાલુ પ્લાન્ટ્સ માટે 100% પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનું કંપનીનું લક્ષ્ય છે.
આ વીજ પુરવઠા સમજૂતી તમિલનાડુના ગ્રાહકોને વધારાની વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળી 558 મેગાવોટ વીજળી પૂરી પાડવા સાથે જરુરી ગ્રીડ સ્થિરતામાં વધારો કરીને આવાસો, વ્યવસાયો અને ઔદ્યોગિક એકમોને અવિરત વીજળી પુરવઠાનું પીઠબળ આપીને ઉપભોક્તાને લાભ આપવાની કંપનીની અપેક્ષા છે. ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે વીજળી ઉપલબ્ધ કરાવીને આગામી વર્ષોમાં વધુ સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો લાભ મળશે તેવી અપેક્ષા છે.
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
