મનિકા પ્લાસ્ટેકે IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 30 જૂનઃ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ, રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરિંગ કંપની મનિકા પ્લાસ્ટેક લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. પબ્લિક ઓફરમાં કંપની દ્વારા રૂ. 1,150 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 15 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.
નિકુંજ મોહનલાલ કાપડિયા, મુંજાલ નિકુંજ કાપડિયા, મિહિર નિકુંજ કાપડિયા, પ્રતીક નિકુંજ કાપડિયા અને વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ આ કંપનીના પ્રમોટર છે. મનિકા પ્લાસ્ટેક લિમિટેડ એ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરર છે જે એનર્જી સ્ટોરેજ, ડેરી અને એડિબલ ફૂડ પ્રોડક્ટ્સ, પેઇન્ટ્સ અને કેમિકલ્સ જેવા વિવિધ મહત્વના ઉદ્યોગો માટે કામ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ ઇન-હાઉસ ડિઝાઇન અને ડેવલપ થાય છે અને તેની 36 ડિઝાઇનો યુનિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તરીકે નોંધાયેલી છે જે પૈકી બે માટે ડિઝાઇન્સ એક્ટ, 2000 અને ડિઝાઇન્સ રૂલ્સ, 2001 હેઠળ રિન્યૂઅલ માટે અરજી કરવામાં આવી છે (સ્ત્રોતઃ ટેક્નોપેક રિપોર્ટ).
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો પ્લાન્ટ અને મશીનરીની ખરીદી પાછળના મૂડી ખર્ચને ભંડોળ આપવા, કંપની દ્વારા મેળવાયેલા કેટલાક ઋણની સંપૂર્ણ કે આંશિકપણે ચૂકવણી કે પૂર્વચૂકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.
કંપની પર્સનલ કેર, કોસ્મેટિક્સ, બેવરેજ અને ફાર્માસ્યુટિકલ્સ એપ્લિકેશન્સ જેવા ઔદ્યોગિક ક્ષેત્રો માટે પીઈટી બોટલ્સ, જાર્સ, કન્ટેનર્સ વગેરે જેવી વધારાની પ્રોડક્ટ રેન્જના ઉત્પાદન માટે આઈએસબીએમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
ડિસેમ્બર 2024માં પૂરા થતા નવ મહિનાના ગાળા માટે કંપનીએ રૂ. 3,017.54 મિલિયનની કુલ આવક નોંધાવી હતી જ્યારે આ જ સમયગાળા માટે કંપનીએ રૂ. 116.90 મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
હાલમાં કંપનીની કામગીરી દહેરાદૂન, હોસુર, પાણીપત, ઉના અને દાદરામાં સાત ઓપરેટિંગ ફેસિલિટીઝ અને પાંચ વેરહાઉસમાં ફેલાયેલી છે. શેર્સનું લિસ્ટિંગ બીએસઈ એનએસઇ પર કરવાની યોજના છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
