ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસે IPO મારફતે રૂ. 5,000 કરોડના ઇશ્યૂ માટે UDRHP-I દાખલ કર્યું
અમદાવાદ, 30 જૂનઃ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પૂરી પાડવાની કામગીરી સાથે સંકલાયેલી એજ્યુકેશન ફાયનાન્સ કંપની ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસએ સેબી સમક્ષ પોતાનું યુડીઆરએચપી-આઈ દાખલ કર્યું છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જેમાં રૂ. 3,000 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ તથા ઈક્વિટી શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 2,000 કરોડ સુધીના ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (ઓએફએસ) માટે ઉપલબ્ધ કરવાની દરખાસ્ત ધરાવે છે.
રૂ. 2,000 કરોડ સુધીના ઈક્વિટી શેર (દરેક રૂ. 10 ફેસ વેલ્યુ)ના ઓફર ફોર સેલમાં કોપવૂર્ન બીવી દ્વારા રૂ. 950 કરોડ સુધી તથા એચડીએફસી બેન્ક દ્વારા રૂ. 1,050 કરોડ સુધીની હિસ્સેદારીનો સમાવેશ થાય છે.
કંપની જાહેર ભરણા મારફતે મળનાર મૂડી ભંડોળનો કારોબાર તથા એસેટ્સની વૃદ્ધિને લઈ ઊભી થનારી મૂડીગત જરૂરિયાતોને પૂરી કરવા માટે મૂડી સંબંધિત આધારને વધારવા ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે.
કંપની દ્વારા ₹600 કરોડ (“પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ”)થી વધુ ન હોય તેવી કુલ રકમ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આરઓસીમાં ફાઇલ કરતા પહેલા, BRLM સાથે પરામર્શ કરીને, નિર્દિષ્ટ સિક્યોરિટીઝનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવી શકે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024 અને 2025 વચ્ચેના સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 47.67 ટકા વૃદ્ધિ દર રહ્યો છે.
કંપની 31મી માર્ચ 2025 સુધી રૂ. 41,469 કરોડની ચોખ્ખી લોન ધરાવે છે; નાણાકીય વર્ષ 2025 માટે કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ. 990 કરોડ જાહેર કર્યો છે; અને નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 14,089 કરોડની સૌથી વધુ લોનનું વિતરણ કર્યું હતું (નાણાકીય વર્ષ 2025 માટે સમકક્ષ કંપનીની માહિતી ઉપલબ્ધત ન હોવાથી નાણાકીય વર્ષ 2024 માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે). નાણાકીય વર્ષ 2023 અને 2025 વચ્ચે ચોખ્ખી લોનમાં સીએજીઆર અને 31મી માર્ચ 2023થી 31 માર્ચ 2024 દરમિયાન સંચાલન હેઠળની મિલકતો (“એયુએમ”)માં 84.26 ટકાનો વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી છે (નાણાકીય વર્ષ 2025 માટે સમકક્ષ કંપનીને લગતી માહિતી ઉપલબ્ધ ન હોવાથી નાણાકીય વર્ષ 2024 માટે મૂલ્યાંકન કરવામાં આવેલ છે).
એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, ગોલ્ડમેન સાક્સ (ઈ.) સિક્યુરિટીઝ, IIFL કેપિટલ સર્વિસિસ અને જેફરીઝ ઈન્ડિયા આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
