માર્કેટ લેન્સઃ કેલેન્ડર 2024ના તળિયે સેન્સેક્સ- નિફ્ટી સહીત તમામ ઇન્ડાઇસિસઃ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ, ગભરાઇને વેચી દેવાના બદલે થોભો અને રાહ જુઓ
ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે નિફ્ટી અને સેન્સેક્સ માટે અનુક્રમે 21,900 અને 72,300 રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. કરેક્શન વેવ અનુક્રમે 21,700-21,625 અને 71,500-71,400 સુધી ચાલુ રહેવાની શક્યતા છે. બીજી બાજુ, 21,900 અને 72,300ના સ્તરો મહત્વના સપોર્ટ લેવલ્સ અને 22000-22050 અને 72500-72600 ના સ્તરો મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરીકે વર્તી શકે છે. ગીફ્ટી નિફ્ટી 33.5 પોઇન્ટ પોઝિટિવ સાથે 21920નું સ્તર દર્શાવે છે. તે માર્કેટ ઓપનમાં ફ્લેટ ટૂ હાઇ રહેવાની શક્યતા દર્શાવે છે
અમદાવાદ, 20 માર્ચઃ કેલેન્ડર વર્ષ 2024ની શરૂઆતમાં 72218 પોઇન્ટની સપાટીએ ખૂલી 74245નો હાઇ બનાવી સેન્સેક્સ સતત કરેક્શનમાં 70001 પોઇન્ટની બોટમ બનાવી ચૂક્યો છે. તેની સાથે તમામ ઇન્ડાઇસિસ પણ ચાલુ કેલેન્ડર વર્ષની બોટમ બનાવી તેની આસપાસ રમી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં 2% થી વધુનો ઘટાડો થયો છે. જોકે, બજાર નિષ્ણાતો આને ટેકનિકલ કરેક્શન ગણાવવા સાથે ભારપૂર્વક કહે છે કે, મૂળભૂત ચિત્ર હજુ સારું લાગે છે.
index | Year | Open | High | Low | Close |
Sensex | 2024 | 72,218.39 | 74,245.17 | 70,001.60 | 72,012.05 |
MIDCAP | 2024 | 37,020.08 | 40,282.49 | 36,576.85 | 37,743.27 |
SMALLCAP | 2024 | 42,854.34 | 46,821.39 | 40,097.13 | 41,545.77 |
auto | 2024 | 42,359.52 | 48,938.26 | 41,263.40 | 46,628.01 |
bankex | 2024 | 54,261.41 | 54,810.09 | 50,238.96 | 52,643.19 |
CG | 2024 | 55,802.75 | 60,053.92 | 53,504.34 | 56,354.05 |
CD | 2024 | 50,354.24 | 53,013.30 | 49,031.80 | 49,929.00 |
FMCG | 2024 | 20,507.21 | 20,863.68 | 18,865.65 | 18,894.57 |
FINANCE | 2024 | 10,464.94 | 10,604.36 | 9,846.05 | 10,087.89 |
HC | 2024 | 31,648.06 | 35,875.08 | 31,588.31 | 33,696.84 |
IPO | 2024 | 12,498.22 | 14,376.99 | 11,890.06 | 12,506.47 |
METAL | 2024 | 27,125.98 | 28,951.24 | 25,126.74 | 27,138.57 |
OIL | 2024 | 23,248.11 | 29,259.74 | 22,868.05 | 26,442.70 |
POWER | 2024 | 5,843.95 | 6,862.82 | 5,729.03 | 6,258.96 |
PSU | 2024 | 15,650.23 | 19,365.40 | 15,448.44 | 17,270.32 |
REALTY | 2024 | 6,176.84 | 7,398.64 | 6,116.73 | 6,554.00 |
TECK | 2024 | 15,924.22 | 17,228.95 | 15,539.73 | 16,421.31 |
TELECOM | 2024 | 2,276.68 | 2,534.98 | 2,256.96 | 2,393.82 |
નિફ્ટી સ્મોલકેપ અને અન્ય NSE સૂચકાંકો 50-SMA ની નીચે સરકી ગયા પછી, બેન્ચમાર્ક નિફ્ટીએ પણ નવેમ્બર પછી પ્રથમ વખત 19 માર્ચે 50-SMAનો ભંગ કર્યો છે, જે ટૂંકાગાળાના સેલિંગનો સંકેત આપે છે. વધુમાં, ઘરેલું શેરબજારોમાં કરેક્શન ફાઇનાન્સિયલ વર્ષના અંતે ટેક્સ બુકિંગ દ્વારા પ્રભાવિત થાય છે. રોકાણકારો સંભવતઃ ટેક્સ-બુકિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં ટેક્સ હેતુઓ માટે અન્યત્ર નફાને સરભર કરવા માટે પોઝિશન ગુમાવવાનો સમાવેશ થાય છે. એકંદરે, બજારના ફંડામેન્ટલ્સ મજબૂત રહે છે અને લાંબા ગાળાનું વલણ તેજીનું હોવાનું મોટાભાગના નિષ્ણાતો અને બજાર પંડિતો માની રહ્યા છે. કારણકે કરેક્શનને ટેકો આપવા માટે કોઈ મજબૂત વૈશ્વિક સંકેતો નથી. જો નિફ્ટી 21,750ની સપાટી તોડે વધુ કરેક્શનની અપેક્ષા છે. સાથે સાથે તેઓ કહે છે કે, વર્તમાન સ્તરોથી એક ઝડપી પુલબેક રેલીની અપેક્ષા રાખી શકીએ છીએ.
ઇન્ટ્રા-ડે વોચઃ જિયો ફાઇનાન્સ, ત્રિવેણી ટૂલ્સ, રિલાયન્સ, પેટીએમ, આરવીએનએલ, ટાટાપાવર, યસ બેન્ક
સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ, ઓટો, ટેકનોલોજી, એનર્જી
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)