માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19656-19560, રેઝિસ્ટન્સ 19826-19901, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, ગ્લેનમાર્ક
અમદાવાદ, 16 ઓક્ટોબરઃ નિફ્ટી-50એ લોઅર રેન્જ નજીક સપોર્ટ મેળવ્યોચે અને ફ્લેટ ટૂ નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે ઘટ્યા મથાળેથી 100 પોઇન્ટની રિકવરી હાંસલ પણ કરી છે. નિફ્ટી માટે ટેકનિકલ ચાર્ટ અનુસાર 19550- 19625 પોઇન્ટ મહત્વની ટેકાની બની રહે તેવી શક્યતા છે. સાથે સાથે 19400 પોઇન્ટની 3 વીકની એવરેજ ક્લોઝિંગને પણ સપોર્ટ તરીકે લઇ શકાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડનો સંકેત આપતાં હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટી ફરી એકવાર પોઝિટિવ મોમેન્ટમ મેળવવામાં નિષ્ફળ ગયો છે. ખાસ કરીને પીએસયુ બેન્ક શેર્સમાં હેવી પ્રોફીટ બુકીંગ જોવા મળી રહ્યું છે. 43800 પોઇન્ટ નજીક ડબલ બોટમ્સ મહત્વના ટેકા તરીકે વર્તી શકે અને 44700 ક્રોસલ થયા બાદ 45500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમા રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)