માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19763- 19733, રેઝિસ્ટન્સ 19833, 19874, ઇન્ટ્રા-ડે વોચઃ NTPC
અમદાવાદ, 13 ઓક્ટોબરઃ નિફ્ટી-50એ તેની વીસ વીકની એવરેજ જાળવી રાખવા સાથે ગુરુવારે ફ્લેટ બંધ આપ્યું છે. તે જોતાં 19800ની સપાટી હવે સહેલાઇથી પાર થવા સાથે નવા હાઇ તરફ આગેકૂચ જોવા મળે તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે. નીચામાં હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી અને 19400ની છેલ્લા 3 વીકની એવરેજને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
મોટાભાગના ઇન્ડિકેટર્સ સ્ટ્રોંગ અપ મૂવ સાથે તેમની એવરેજથી ઉપરનો સંકેત આપી રહ્યા છે. તે જોતાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક વોચ રાખવા સાથે સાથે સ્ટોપલોસ પણ હાથવગો રાખવા સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી માટે 44700- 44800ના લેવલ્સની એવરેજ બેન્ડ ક્રોસ થવામાં નિષ્ફળતા જોવા મળી છે. ગુરુવારે ફ્લેટ ટૂ પોઝિટિવ રહીને અપમૂવ અને 43800 નજીક ડબલ બોટમની રચના કરી છે. જે સ્ટ્રોંગ સપોર્ટનો સંકેત આપે છે. સાથે સાથે ઉપરમાં 45500 પોઇન્ટ ક્રોસ થાય નહિં ત્યાં સુધી માર્કેટમાં વિશ્વાસ ક્રિએટ થયો નથી તેમ જાણવું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)