માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20873-20807, રેઝિસ્ટન્સ 20982-21027, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI PRU., બર્જર પેઇન્ટ
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એલટીઆઇએચ, એસબીઆઇ, ઇપકા લેબ, પેટીએમ, એસબીએફસી, વીપ્રો ખરીદો
અમદાવાદ, 7 ડિસેમ્બરઃ બ્રેકઆઉટ બાદ નિફ્ટીએ એક મહનાનો સ્ટ્રોંગ સુધારો નોંધાવ્યો છે. સંખ્યાબંધ ગેપ્સ ડેઇલી ચાર્ટ ઉપર વટાવ્યા પણ છે. નિફ્ટી માટે હવે 20500- 20250 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ હવે 84 લેવલ પર છે. જે તેની છેલ્લા બે વર્ષની ટોચની સપાટી જણાય છે. ત્યાંથી એકાદ કરેક્શન આવે તો ગભરાયા સિવાય હોલ્ડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટમાં અપાઇ છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 20873- 20807 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 20982- 21027 પોઇન્ટની સપાટીઓને ધ્યાનમા રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
બેન્ક નિફ્ટીએ પણ 47259 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવવા સાથે માઇનોર પુલબેક સેકન્ડ હાફમાં નોંધાવ્યું છે. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, 46600 પોઇન્ટની સપોર્ટ લાઇન ધ્યાનમાં રાખવી. અન્યથા 47300- 47500ની રેઝિસ્ટન્સ સુધી ખેંચાય તેવી શક્યતા હાલના તબક્કે જણાય છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)