માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21467-21389, રેઝિસ્ટન્સ 21674-21802, ઇન્ટ્રા-ડે વોચઃ SYNGENE, શ્રીરામ ફાઇનાન્સ, BEL
અમદાવાદ, 10 જાન્યુઆરીઃ 21700ના મથાળેથી નિફ્ટીમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. નીચામાં 21500 તૂટે તો લોઅર બ્રેકઆઉટ ડાઉન રેન્જ ટેસ્ટ થઇ શકે અર્થાત 21350 સુધી ઘટ્યા બાદ પુલબેક રેલીની શરૂઆત થઇ શકે છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ ઓવરસોલ્ડનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ લોઅર રેન્જ અને ત્યારબાદ પુલબેકનો ઇશારો કરી રહ્યા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ અહેવાલ જણાવે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટીમાં નિફ્ટી સપોર્ટ 21467- 21389, રેઝિસ્ટન્સ 21674- 21802 લેવલ્સ ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાની સલાહ ટેનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અશોકા બિલ્ડકોન, યસ બેન્ક, એસઇપીસી, ઇરેડા, ટાર્ક, જિયો ફાઇનાન્સ
બેન્ક નિફ્ટીઃ બેન્ક નિફ્ટીએ 20 દિવસીય એવરેજની નીચે બંધ આપવાની સાથે સાથ મન્થલી લો પણ આપ્યું છે. ખાસ કરીને પીએસયુ બેન્ક્સમાં પ્રોફીટ બુકિંગ રહ્યું હતું. ઉપરમાં હવે 47800 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સાબિત થઇ શકે છે. નીચામાં 46900 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
સેક્ટર્સ ટૂ વોચઃ કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, સિલેક્ટિવ ટેકનોલોજી, પીએસયુ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)