NIFTY તૂટે છે અને 24,500 સપોર્ટ લેવલથી નીચે ટકી રહે છે, તો વેચાણ દબાણ તેને 24,200–24,000 ઝોન સુધી ખેંચી શકે છે. જોકે, રિબાઉન્ડના કિસ્સામાં, 24,700–24,800ના લેવલ્સ ધ્યાનમાં રાખવાની  સલાહ મળી રહી છે. જ્યાં સુધી NIFTY 25,000ની નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે

STOCKS TO WATCH:HDFCLIFE, StarCement, FortisHealthcare, VimtaLabs, HitachiEnergy, EICHER, MetropolisHealthcare, ABB, DilipBuildcon, ITC, Railtel, HeroMotoCorp, Delhivery, MCX, MuthootCapital, HarshaEngineers, JSWSTEEL

અમદાવાદ, 4 ઓગસ્ટઃ બેરિશ મોમેન્ટમ વચ્ચે NIFTYએ 24565 પોઇન્ટની સપાટી નોંધાવીને ડેઇલી ચાર્ટ ઉપર લોઅર લોની પેટર્ન રચી છે. સાથે સાથે 20 દિવસીય એસએમએથી નીચે રમી રહ્યો છે. જે વધુ ઘટાડામાં 24500ની સપાટીના ચાન્સ દર્શાવે છે. જોકે, માર્કેટ શરૂઆતમાં પોઝિટિવ ટોન સાથે ખૂલી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર NIFTY માટે સપોર્ટ 24472- 24379, રેઝિસ્ટન્સ 24721- 24877ના લેવલ્સ ધ્યાનમાં રાખી ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે.

1 ઓગસ્ટના રોજ NIFTY અને બેંક NIFTY દબાણ હેઠળ રહ્યા હતા, જે ઓગસ્ટ શ્રેણીની નેગેટિવ શરૂઆત દર્શાવે છે. ટેકનિકલ અને મોમેન્ટમ બંને ઇન્ડિકેટર્સ મંદીનો ટ્રેન્ડ સૂચવે છે. ગયા સપ્તાહના નોંધપાત્ર કરેક્શન પછી NIFTY ફરી ઉછળી શકે છે, પરંતુ જ્યાં સુધી તે 25,000ની ઉપર મજબૂત રીતે બંધ ન થાય ત્યાં સુધી ટકાઉ અપટ્રેન્ડ અશક્ય છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. જો NIFTY નિર્ણાયક રીતે 24,47૩ના જૂનના નીચલા લેવલથી નીચે તૂટે છે, તો વેચાણ દબાણ વધુ તીવ્ર બની શકે છે. દરમિયાન, બેંક NIFTYને 56,100-56,200 ઝોન તરફ આગળ વધવા માટે 55,500થી ઉપર ટકી રહેવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, 55,500થી નીચે આવવાથી જૂનના નીચા લેવલ55,150 તરફ જવાનો માર્ગ ખુલી શકે છે.

1 ઓગસ્ટના રોજ નેગેટિવ માર્કેટ બ્રેડ્થ વચ્ચે NIFTY 203 પોઈન્ટ ઘટીને 24,565 પર આવી ગયો હતો, જ્યારે બેંક NIFTY 344 પોઈન્ટ ઘટીને 55,618 પર બંધ રહ્યો હતો. NSE પર 632 શેર સુધર્યા હતા. તેની સરખામણીમાં કુલ 2,035 શેર ઘટ્યા હતા.

ફંડ ફ્લો એક્શન: FII એ રૂ. 3366 કરોડના મૂલ્યના શેર્સ વેચ્યા હતા. તેની સામે DII એ રૂ. 3186 કરોડના મૂલ્યના શેર્સ ખરીદ્યા હતા.

ઇન્ડિયા VIX: સતત બીજા સત્રમાં તેની ઉપરની સફર લંબાવી, 3.75 ટકા વધીને 11.98 પર પહોંચ્યો હતો. તે તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજથી ઉપર ચઢી ગયો, જે તેજીવાળાઓ માટે થોડી સાવચેતીનો સંકેત આપે છે.

Stocks IN F&O ban:PNB Housing Finance