માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24675- 24497, રેઝિસ્ટન્સ 24970- 25087
NIFTY શોર્ટટર્મ ટ્રેન્ડ દરમિયાન રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે, જ્યાં સુધી તે 25116ની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી સાવચેતી, સ્ટોપલોસ, સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રહેવાની સલાહ મળી રહી છે. ત્યારબાદ 25200- 25300ના ઝોન તરફ જઈ શકે છે. જોકે, તાત્કાલિક સપોર્ટ 24700 પર મૂકવામાં આવ્યો છે; આ લેવલથી નીચે જવાથી NIFTY 24460 પોઇન્ટ સુધી ઘટી શકે છે.
Stocks to Watch: | NTPC, JSWSteel, JKCement, AshokaBuildcon, GNFC, Paytm, Eternal, ZydusLife, Nibe, Havells, BikajiFoods, ITC, Nestle, ZOMATO, RIL, JIOFINANCE, IREDA |
અમદાવાદ, 26 મેઃ નિફ્ટીએ 24800નું લેવલ જાળવી રાખવા સાથે 25000નો આશાવાદ જિવંત રાખ્યો છે. જોકે, ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપે છે કે, જ્યાં સુધી 25200 ક્રોસ થાય નહિં, ત્યાં સુધી સ્ટોપલોસ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જાળવી રાખવો જરૂરી રહેશે. નીચામાં 24500 તૂટે તો મોટી ખરાબી જોવા મળી શકે. ઉપરમાં 25300 ક્રોસ થાય તો 25500 જોવા મળી શકે તેવી ધારણા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, આરએસઆઇ તેની ટેકનિકલ રેઝિસ્ટન્સ રેન્જથી ઉપર રમી રહ્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ મિક્સ ટોન દર્શાવી રહ્યા છે.

NIFTY અને બેંક NIFTYએ ૨૩ મેના રોજ એક દિવસની નબળાઈ પછી મજબૂત સુધારાની ચાલ નોંધાવવા સાથે, લગભગ 1 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. NIFTY શોર્ટટર્મ ટ્રેન્ડ દરમિયાન રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે, જ્યાં સુધી તે 25116ની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી સાવચેતી, સ્ટોપલોસ, સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રહેવાની સલાહ મળી રહી છે. ત્યારબાદ 25200- 25300ના ઝોન તરફ જઈ શકે છે. જોકે, તાત્કાલિક સપોર્ટ 24700 પર મૂકવામાં આવ્યો છે; આ લેવલથી નીચે જવાથી NIFTY 24460 પોઇન્ટ સુધી ઘટી શકે છે.
બેંક NIFTY 54,550 ઝોન ઉપર ટકી રહે તો આગામી સત્રોમાં 55,700-56,000 તરફ કૂચ કરવાની શક્યતા છે. તેનાથી વિપરીત, નિષ્ણાતોના મતે, આ સ્તરથી નીચે જવાથી મોટા વેચાણ દબાણને આમંત્રણ મળી શકે છે.

23 મેના રોજ, NIFTY 243 પોઈન્ટ (1 ટકા) વધીને 24,853 પર બંધ રહ્યો હતો. જ્યારે બેંક NIFTY 457 પોઈન્ટ (0.83 ટકા) વધીને 55,398 પર પહોંચ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે NSE પર 977 ઘટેલા શેર્સની સામે 1,580 શેર સુધરીને બંધ રહ્યા હતા.

ઇન્ડિયા VIX: 0.12 ટકા વધીને 17.28 સ્તર પર પહોંચ્યો હતો. જ્યાં સુધી VIX 15ના લેવલથી ઉપર રહે ત્યાં સુધી તેજીવાળાઓએ સાવચેત રહેવાની જરૂર છે.
F&O પ્રતિબંધમાં શેર: ચંબલ ફર્ટિલાઇઝર્સ, હિન્દુસ્તાન કોપર, DIXON ટેક્નો, મણપ્પુરમ ફાઇનાન્સ, RBL બેંક, ટીટાગઢ રેલ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)