મનીબોક્સ ફાઇનાન્સનો ગુજરાતમાં FY26ના Q2 સુધીમાં રૂ.50 કરોડ લોન વિતરણ લક્ષ્યાંક
અમદાવાદ, 26 મે: સુક્ષ્મ અને લઘુ સાહસો માટે ધીરાણની ઉપલબ્ધતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી BSEમાં સૂચિબદ્ધ થયેલી NBFC મનીબોક્સ ફાઇનાન્સ લિમિટેડ FY26 સુધીમાં ગુજરાતમાં કુલ રૂ.50 કરોડના એકંદર લોન વિતરણનો લક્ષ્યાંક પાર કરવાનો હેતુ ધરાવે છે. FY25માં Q3માં પોતાની કામગીરીની શરૂઆતથી કંપનીએ રાજ્યમાં અમદાવાદ, નડિયાદ, મોડાસા, ગોધરા, હિંમતનગર, દહેગામ, પાલનપુર અને મહેસાણા સ્થિત તેની 8 શાખાઓમાં રૂ.45.01 કરોડથી વધુ મૂલ્યની લોનનું વિતરણ કર્યુ છે. મનીબોક્સ ગુજરાતના ગ્રામીણ અને અર્ધશહેરી ક્ષેત્રોમાં 97%થી વધારે લોનનું વિતરણ પશુપાલન ક્ષેત્રમાં આવકનું સર્જન કરતી પ્રવૃત્તિઓને સહાયતા કરે છે.

મનીબોક્સ ફાઇનાન્સના સહ-સ્થાપક મયુર મોદીએ જણાવ્યું હતું કે, અમે જ્યારે અમારો વ્યાપ વધારી રહ્યાં છીએ ત્યારે અમે અર્થપૂર્ણ નાણાકીય સહાયતા પૂરી પાડવા ઉપર પણ અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, જે નાના વ્યવસાયોને સશક્ત બનાવે છે અને વંચિત સમુદાયોમાં ટકાઉ પરિવર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. મનીબોક્સ હાલમાં 12 જેટલા રાજ્યોમાં 163 શાખાઓ થકી પોતાની કામગીરી ધરાવે છે. કંપનીએ FY25ના Q3માં AUMમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 56%ની વૃદ્ધિ નોંધાવી છે.
ગુજરાતમાં મનીબોક્સ પોતાની ઉપસ્થિતિ વધુ ગાઢ બનાવવા અને પ્રદેશમાં જમીની સ્તરના ઉદ્યોગ સાહસો ઉપર પોતાનો પ્રભાવ વ્યાપક બનાવવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે. કંપની તેવા ધીરાણ પૂરા પાડવલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વાસ્તવમાં નાના વ્યવસાયો અને ઉદ્યમીઓની વૃદ્ધિને સહાયતા કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
