માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25067- 25031, રેઝિસ્ટન્સ 25150- 25196
| Stocks to Watch: | VOLTAS, WIPRO, ETERNAL, YESBANK, RIL, VISUVIUS, PremierEnergies, CapriGlobal, ProteaneGov, ITDCementation, Jana SFBank, IRBInfra, Nibe |
અમદાવાદ, 10 જૂનઃ NIFTYએ મલ્ટી લેવલ મન્થ હાઇ ક્લોઝિંગ આપવા સાથે બ્રોડર માર્કેટ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યું છે. તેથી ટેકનિકલ નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે, નિફ્ટી આગામી ટાર્ગેટ 25300 પોઇન્ટ ઝડપથી ટચ કરે તેવી સંભાવના છે. અવરલી સપોર્ટ રેન્જ હવે સુધરી 24800ની થઇ છે. જે રોક બોટમ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની પણ સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ અવરલી ચાર્ટ ઉપર ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ મોડમાં હોવાનું સૂચવે છે.

BANK NIFTY 56000 સપોર્ટ લેવલથી ઉપર રહેશે ત્યાં સુધી 58000 તરફ તેની ઉપરની ગતિ જાળવી રાખવાની અપેક્ષા છે. નિફ્ટીને 25200 પર તાત્કાલિક રેઝિસ્ટન્સનો સામનો કરવો પડશે, ત્યારબાદ 25300 આવશે, શરત એ રહેશે કે જ્યાં સુધી તે 25000 સપોર્ટ લેવલથી ઉપર રહેશે.

NIFTY અને બેંક નિફ્ટીએ 9 જૂનના રોજ સતત ચોથા સત્ર માટે તેમની ઉપરની યાત્રા લંબાવી, અનુક્રમે આઠ મહિનાની ઊંચી અને ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. 60 થી ઉપરનો RSI સકારાત્મક ક્રોસઓવર દર્શાવે છે. નિષ્ણાતોના મતે, NIFTY માટે આગામી પ્રતિકાર 25200-25300 ઝોનમાં મૂકવામાં આવ્યો છે; આનાથી ઉપર, 25,500 સ્તર આગામી સંભવિત લક્ષ્ય બને છે. ઘટાડા પર, તાત્કાલિક સપોર્ટ 25,000 પર જોવા મળે છે, ત્યારબાદ 24,900 ધ્યાનમાં રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. દરમિયાન, બેંક નિફ્ટી 56,000 સપોર્ટ સ્તરથી ઉપર રહે ત્યાં સુધી 58,000 તરફ તેની ઉપરની ગતિ જાળવી રાખવાની અપેક્ષા છે.

9 જૂનના રોજ, નિફ્ટી 100 પોઈન્ટ વધીને 25,103 પર બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટી 261 પોઈન્ટ વધીને 56,840 પર સ્થિર થયો હતો. NSE પર ઘટેલા 772 શેરોની સરખામણીમાં લગભગ 1,870 શેરો વધ્યા હતા. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
ફંડ ફ્લો એક્શન: FII એ રૂ. 1,992 કરોડની ખરીદી કરી હતી. સામે DII એ પણ રૂ. 3,503 કરોડની ખરીદી કરી હતી.
INDIA VIX: 15ના સ્તરથી નીચે રહ્યો, જેનાથી તેજીવાળાઓને રાહત મળી. પાછલા સત્રમાં તીવ્ર ઘટાડા પછી તે 0.43 ટકા વધીને 14.69ના સ્તરે પહોંચ્યો.
F&O પ્રતિબંધમાં સ્ટોક્સ: ટીટાગઢ રેલ, એબી ફેશન, ચંબલ ફર્ટિલાઇઝર્સ, હિન્દુસ્તાન કોપર
F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ દૂર કરવામાં આવ્યા: મણપ્પુરમ ફાઇનાન્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
