ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ  દર્શાવે છે કે,  નિફ્ટી અને બેંક નિફ્ટી પોઝિટિવ ઝોનમાં રહ્યા છે. જો નિફ્ટી ફરીથી 26,310 (રેકોર્ડ હાઇ) થી ઉપર ટકી રહે છે, તો 26,500–26,600 લેવલ્સ જોવા મળી શકે છે, જ્યારે તાત્કાલિક મુખ્ય સપોર્ટ 26,100–26,000 લેવલ્સ આસપાસ જણાય છે.

Stocks to Watch:Lenskart, NCC, BrigadeEnt, MaharashtraSeamless, ArvindSmartSpaces, WaareeEnergies, ICICIBank, HGInfra, NTPC, TataTechno, AuthumInvestment, GAIL, TejasNetworks, Groww, PNBGilts, Lupin, IIFLFinance, MaxFina, AdaniPorts, SMSPharma

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ નિફ્ટીએ 26000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખવા સાથે સાથે 25886 પોઇન્ટની 20 દિવસીય એસએસએ પણ જાળવી છે. આરએસઆઇ 63 આસપાસ બુલિશ મોમન્ટમ દર્શાવે છે. જ્યારે રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, 26400 પોન્ટની સપાટી ક્રોસ થયા બાદ ઉપરમાં 26800- 27000 પોઇન્ટની જાદૂઇ સપાટીઓ જોવા મળી શકે. ઉપરમાં રેઝિસ્ટન્સ 27200 પોઇન્ટ જણાય છે. તે ક્રોસ થાય તો માર્કેટમાં શોર્ટટર્મ તેજીનો ધમધમાટ જોવા મળી શકે.

ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ  દર્શાવે છે કે,  નિફ્ટી અને બેંક નિફ્ટી પોઝિટિવ ઝોનમાં રહ્યા છે. જો નિફ્ટી ફરીથી 26,310 (રેકોર્ડ હાઇ) થી ઉપર ટકી રહે છે, તો 26,500–26,600 લેવલ્સ જોવા મળી શકે છે, જ્યારે તાત્કાલિક મુખ્ય સપોર્ટ 26,100–26,000 લેવલ્સ આસપાસ જણાય છે.

દરમિયાન, બેંક નિફ્ટી સાયકોલોજિકલ 60,000 પોઇન્ટના લેવલને વટાવી જાય તેવી અપેક્ષા છે, જો 59,450, તાત્કાલિક સપોર્ટ અને ત્યારબાદ 59,000 મુખ્ય સપોર્ટ ઉપર ટકી જાય તો તેજીની આગેકૂચ શક્ય હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. 28 નવેમ્બરના રોજ, નિફ્ટી 13 પોઈન્ટ ઘટીને 26203 પોઇટન્ટની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 15 પોઈન્ટ વધીને 59753 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી, NSE પર સુધરેલા 1325 શેરની સામે લગભગ 1504 શેર ઘટ્યા હતા.

Stocks in F&O ban:Sammaan Capital

ઇન્ડિયા VIX: આખા અઠવાડિયા માટે સુધારીને રહ્યો, ફક્ત તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે જ નહીં પરંતુ 12 ઝોનથી નીચે પણ ગયો, જે તેજીવાળાઓ માટે આરામનો સંકેત આપે છે. શુક્રવારે તે 1.42 ટકા ઘટીને 11.62 પર પહોંચ્યો હતો, અને અઠવાડિયા માટે, તે 14.77 ટકા ઘટી ગયો હતો. જે  આ વર્ષે મે પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો દર્શાવે છે.